America Will Insured Adequate Oil Supply To India : Mike Pompeo
  • Home
  • Featured
  • અમેરિકાએ દૂર કરી ભારતની સૌથી મોટી ચિંતા, આપ્યું મહત્વનું વચન

અમેરિકાએ દૂર કરી ભારતની સૌથી મોટી ચિંતા, આપ્યું મહત્વનું વચન

 | 11:00 pm IST

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો હાલ ભારતના પ્રવાસે છે. અહીં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, અમેરિકાએ લાદેલા પ્રતિબંધને લઈને ભારતે ઈરાન પાસેથી ક્રુડ ખરીદવાનું બંધ કરી દીધું છે, માટે વોશિંગ્ટન ભારતને ક્રુડની ખોટ નહીં વર્તાવવા દે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુનિયાના ત્રીજા સૌથી મોટા ક્રુડ ઓઈલના આયાત કરતા દેશ ભારતે અમેરિકા પાસેથી નવેમ્બર 2018થી લઈને મે 2019 દરમિયાન લગભગ 1,84,000 બેરલ ક્રુડ ખરીદ્યું હતું. જ્યારે  ગત વર્ષે આ સમાન સમયગાળામાં આ આંકડો રોજનો 40,000 બેરલ છે.

આંકડા પ્રમાણે આ સમયગાળા દરમિયાન ભારતે તહેરાન પાસેથી 48 ટકા ઓછુ ક્રુડ ખરીદ્યું અને તે આંકડો લગભગ 2,75,000 બેરલ પ્રતિદિવસ રહ્યો. મે મહિના સુધી ભારત ઈરાન પાસે ક્રુડ ઓઈલ ખરીદનારો બીજો સૌથી મોટો દેશ હતો.

માઈક પોમ્પિયો ભારતના પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વ્યાપક મુદ્દે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન જયશંકર અને પોમ્પિયોએ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ પર અમેરિકાના પ્રતિબંધ અને ખાડી દેશોમાં વોશિંગ્ટન અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી ઉર્જા સુરક્ષા સંબંધીત મુદ્દે ચર્ચા કરી હતી. 

જયશંકરે કહ્યું હતું કે, ઈરાનને લઈને અમારા કેટલાક નિશ્ચિત દ્રષ્ટિકોણ છે. તેમણે ઈરાનને લઈને અમેરિકા સમક્ષ ભારતની ચિંતા પણ વ્યક્ત કરી હતી. જયશંકરે કહ્યું હતું કે, અમારા માટે એ બાબત ખુબ જ મહત્વની છે કે, વૈશ્વિક સ્તરે ઉર્જાનો પુરવઠો યથાવત રહે. મને લાગે છે કે, અમારી આ ચિંતાથી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સારી રીતે વાકેફ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન