અમેરિકાનું યુદ્ધ જહાજ વિયેતનામ પહોંચતાં ચીન સમસમી ઉઠ્યું - Sandesh
NIFTY 10,970.65 -37.40  |  SENSEX 36,361.60 +-158.36  |  USD 68.6000 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • અમેરિકાનું યુદ્ધ જહાજ વિયેતનામ પહોંચતાં ચીન સમસમી ઉઠ્યું

અમેરિકાનું યુદ્ધ જહાજ વિયેતનામ પહોંચતાં ચીન સમસમી ઉઠ્યું

 | 7:42 pm IST

વિયેતનામ યુદ્ધ પછી પ્રથમવાર અમેરિકાનું વિમાન વાહક જહાજ વિયેતનામ પહોંચતાં આખી દુનિયા ચોંકી ઉઠી છે. આ કારણે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ફરી તંગદિલી છવાય તેવી શક્યતા છે. આમ અમેરિકી જહાજની મુલાકાતથી બંને એક સમયના શત્રુ દેશો વચ્ચે ફરી મિત્રતા કેળવાય તેમ મનાય છે.

વિયેતનામના ડાનેંગ શહેરના કાંઠે આ જહાજ લાંગરવામાં આવ્યું છે. અમેરિકી જહાજ યુએસએસ કાર્લ વિંસન 5,500 સૈનિકો અને અન્ય બે જહાજ સાથે પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચ્યું છે. દક્ષિણ ચીન સમુદ્ર મુદ્દે ચીને જક્કી વલણ અપનાવ્યું છે, તેવા સમયે આ મુલાકાત યોજાઈ છે.

વિયેતનામના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકાના વિમાન વાહક જહાજની મુલાકાતનો ઉદ્દેશ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા, વિકાસ અને પરસ્પરના સહયોગને વેગવાન બનાવવાનો છે. આ સાથે વિયેતનામ વિદેશ વિભાગના પ્રવક્તા લે થી થૂ હેગે બંને દેશોના દ્વિપક્ષીય સંબંધે ઘનિષ્ઠ બનાવવાના પણ સંકેત આપ્યા છે.