American Actress Chrissy Teigon shared doll and baby feeding photo
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • ઢીંગલીને સ્તનપાન કરાવતી તસવીર શેર કરીને મુશ્કેલીમાં મૂકાઈ આ એક્ટ્રેસ

ઢીંગલીને સ્તનપાન કરાવતી તસવીર શેર કરીને મુશ્કેલીમાં મૂકાઈ આ એક્ટ્રેસ

 | 4:27 pm IST

અમેરિકન મોડલ અને એક્ટ્રેસ ચ્રિસી ટેગને હાલમાં જ પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને કારણે તહેલકો મચી ગયો છે. હકીકતમાં ચ્રિસીએ પોતાના બાળકની સાથે ઢીંગલીને સ્તનપાન કરાવતી નજર આવી રહી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, લૂના (ચ્રિસીની દીકરી)એ મને પોતાની ઢીંગલીને બ્રેસ્ટ ફીડિંગ કરવા કહ્યું, જેથી મને લાગી રહ્યું છે કે, મને હવે જુડવા બાળકો છે.

એક જ દિવસમાં આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર અંદાજે 3 મિલિયન લોકો લાઈક કરી ચૂક્યા છે. આ તસવીરને ટ્વિટર પર પણ ઢગલાબંધ લાઈક મળી રહી છે. જોકે, આ તસવીરને ચારેતરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે.

કેટલાક લોકો ચ્રિસી દ્વારા બાળકોને સ્તનપાન કરાવવાની આ તસવીર પર નારાજ છે. જેઓ સોશિયલ મીડિયા દ્વારા તેના પર ફીટકાર વરસાવી રહ્યાં છે. અનેક યુઝર્સે તેના પર ગુસ્સો ઠાલવ્યો હતો.

તો બીજી તરફ કેટલાક લોકોએ ચ્રિસીનું સમર્થન પણ કર્યું છે. તેમણે લખ્યું કે, બ્રેસ્ટ ફીડિંગ એક નેચરલ પ્રોસેસ છે, જો કોઈને તેનાથી તકલીફ હોય તો તેઓ સ્ક્રોલ કરીને આગળ વધી શકે છે.

તમને જણાવી દઈએ કે, ચ્રિસી કોઈ પહેલી એવી સેલિબ્રિટી નથી, જે આ પ્રકારની તસવીર શેર કરીને વિવાદોમાં આવી છે. આ પહેલા એક્ટ્રેસ લિવ ટેલરે પણ વર્ષ 2016માં આવી તસવીર પોસ્ટ કરી હતી. તો થૈંડી ન્યૂટન અને કેનાડાની ફેમસ સિંગર એલેનિલ મોરિસેટ્ટે પણ આ પ્રકારની તસવીર શેર કરી ચૂકી છે.