અમેરિકાનો આ છોકરો બની ગયો હીરો, કારણ કે તેને મળ્યો દુર્લભ હીરો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • અમેરિકાનો આ છોકરો બની ગયો હીરો, કારણ કે તેને મળ્યો દુર્લભ હીરો

અમેરિકાનો આ છોકરો બની ગયો હીરો, કારણ કે તેને મળ્યો દુર્લભ હીરો

 | 2:55 pm IST

અમેરિકામાં 14 વર્ષના છોકરાને દુર્લભ હીરો મળી આવ્યો છે. 14 વર્ષના કાલેલ લેંગફોર્ડને આ હીરો મળી આવ્યો છે. તેણે હીરાનું નામ સુપરમેન્સ ડાયમન્ડ રાખ્યું છે. આ હીરો 7.44 કેરેટનો છે અને 40 વર્ષમાં પ્રથમવાર બ્રાઉન રંગનો હીરો હાથ લાગ્યો છે. કાલેલ અર્કાન્સાસના ક્રેટર ઓફ ડાયમન્ડસ પાર્કની મુલાકાતે ગયો હતો.

કાલેલે જણાવ્યું હતું કે પાણીના પ્રવાહની એકદમ નજીક હીરો પડ્યો હતો. આ સાથે હીરાના આકારના જ અન્ય નાના પથ્થરો પણ પડ્યા હતાં. અમેરિકાના અરકાન્સાસ સ્ટેટ પાર્કમાં મળી આવેલો આ સાતમો સૌથી વિશાળ હીરો છે.

લાલેલના પિતા ક્રેગ લેંગફોર્ડે જણાવ્યું હતું કે અમે પાર્કમાં માત્ર 30 મિનિટ રહ્યા હતા, ત્યારે ઘેરા રંગનો હીરો મળી આવ્યો હતો. તેનો રંગ એટલો બધો ઘાટો હતો કે તે હીરો છે કે કેમ તે અમે નક્કી કરી શકતા ન હતાં.

પાર્કની ઈન્ટપ્રિટર વેમન કોક્સે જણાવ્યું હતું કે કાલેલ માટે હીરાનો શોધી કાઢવા માટેની પરિસ્થિતિ સાનુકૂળ હતી. કારણ કે અઠવાડિયા દરમિયાન આ વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. કારણ કે ભારે વરસાદને લીધે હીરા સપાટી પર આવી જાય છે અને ઉજળા થઈ જાય છે. હિરા મોટે ભાગે ચમકતા હોય છે અને તેને સરળતાથી ઓળખી શકાય છે.

અગાઉ 24 જૂન 2015એ કોલોરાડોના રહેવાસી બોબી ઓસ્કાર્સોનને 8.52 કેરેટનો હીરો મળી આવ્યો હતો.