American Company Invite in Vibrant Gujarat 2021
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા અમેરિકન કંપનીઓને આમંત્રણ અપાયું

ગુજરાત વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા અમેરિકન કંપનીઓને આમંત્રણ અપાયું

 | 7:18 pm IST
  • Share

અમેરિકાના મુંબઈ સ્થિત કૉન્સ્યુલેટ જનરલ ડેવિડ જે રેન્ઝ દ્વારા ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત ગોઠવાઈ હતી. જેમાં મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટ તેમજ ડિફેન્સ એક્સપોમાં અમેરિકન કંપનીઓને ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમેરિકન કોન્સ્યુલેટ જનરલ ડેવિડ જે રેન્ઝ સાથે બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી ઉપરાંત અગ્રસચિવ શ્રી કૈલાશનાથજી, મુખ્ય સચિવ પંકજ કુમાર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં મુખ્યમંત્રીએ વિશ્વમાં આગવી ઓળખ બનેલા વાઈબ્રન્ટ સમિટ તેમજ આગામી માર્ચ-2022માં યોજનારા ડિફેન્સ એક્સપોમાં અમેરિકન કંપનીઓને સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.

ગુજરાતમાં હાલ 120 જેટલી અમેરિકન કંપનીઓ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “આત્મનિર્ભર ભારત”ના સપનાને સિદ્ધ કરવા માટે આવનારા દિવસોમાં નવી આવતી અમેરિકન કંપનીઓને રાજય સરકારનો સહયોગ અને સકારાત્મક અભિગમ આપવાની પણ મુખ્યમંત્રી દ્વારા તત્પરતા દર્શાવવામાં આવી હતી.

જણાવી દઈએ કે, છેલ્લે 2019માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાઈબ્રન્ટ સમિટનો આઈડિયા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. વાઈબ્રન્ટ સમિટ થકી ગુજરાતમાં વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષવામાં આવે છે.

અગાઉ આ વર્ષે જાન્યુઆરી-2021માં 10મી વાઈબ્રન્ટ સમિટનું આયોજન થવાનું હતું, પરંતુ તે સમયે કોરોના સંક્રમણની સ્થિતિને જોતા સમિટ મોકૂફ રાખવામાં આવી હતી. બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ મુજબ, જાન્યુઆરીમાં મુલતવી રહેલી વાઈબ્રન્ટ સમિટ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવરાત્રિ બાદ ઓક્ટોબર-2021માં યોજાઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો