NIFTY 9,794.15 +83.35  |  SENSEX 31,449.03 +235.44  |  USD 64.1150 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ગુજરાતી ફ્રુટ સલાડથી એકદમ અલગ ચાખવા જેવું છે ‘અમેરિકન ક્રુટ સલાડ’

ગુજરાતી ફ્રુટ સલાડથી એકદમ અલગ ચાખવા જેવું છે ‘અમેરિકન ક્રુટ સલાડ’

 | 6:30 pm IST

આપણે ગુજરાતીઓ જેવી રીતે ફ્રુટ સલાડ બનાવીએ છીએ તેના કરતાં એકદમ અલગ છે અમેરિકન ફ્રુટ સલાડ. તેમાં કોબીચ અને કાકડીનો પણ ઉપયોગ થાય છે જાણીએ તેની રીત.

સામગ્રી
લીલી દ્રાક્ષ (બી વગર)- 100 ગ્રામ
બારીક સમારેલ કોબી- 3 કપ
બારીક સમારેલ કાકડી- 1 કપ
પાઇનેપલના ટુકડા- અડધો કપ
સફરજનના કટકા- અડધો
મેયોનિઝ- 1/4 કપ
મરીનો ભૂકો- હાફ ટી.સ્પૂન
ખાંડ, મીઠું- પ્રમાણસર
સજાવટ માટે
4 પાઇનેપલની સ્લાઇસ, લીલી દ્રાક્ષ, સલાડનાં પાન, ચેરી, સફરજનની ચીરીઓ.

રીત

  • કોબી, કાકડી, પાઇનેપલના કટકા, સફરજનના કટકા લીલી દ્રાક્ષ, મેયોનિઝ મીઠું અને ખાંડ નાખીને હલાવી લઈ સલાડ તૈયાર કરો.
  • લંબગોળ સલાડ ઉપર પાઇનેપલની સ્લાઇસ, સફરજનની ચીરીઓ, લીલી દ્રાક્ષ અને ચેરીથી સજાવટ કરી, ફ્રિઝમાં મુકી, ખૂબ ઠંડું કરી પીરસો. તો તૈયાર છે ‘અમેરિકન ફ્રુટ સલાડ’