ભારતની GDPના પાંચમાં ભાગ જેટલી સંપત્તિ 'આ' અમેરિકન પાસે છે, જાણો વિગત - Sandesh
  • Home
  • Business
  • ભારતની GDPના પાંચમાં ભાગ જેટલી સંપત્તિ ‘આ’ અમેરિકન પાસે છે, જાણો વિગત

ભારતની GDPના પાંચમાં ભાગ જેટલી સંપત્તિ ‘આ’ અમેરિકન પાસે છે, જાણો વિગત

 | 5:18 pm IST

દેશના સૌથી ધનિક એવા મુકેશ અંબાણી દેશને 20 દિવસ સુધી ચલાવી શકે તેટલાં સક્ષમ છે, પરંતુ અમેરિકાની બર્કશિયર હૈથવેના ચેરમેન વોરેન બફેટ દુનિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ છે. જેમની પાસે 83 અબજ ડોલર(આશરે 554 ટ્રિલિયન રૂપિયા) છે, જે મુકેશ અંબાણી કરતાં ડબલ એટલે કે બમણી સંપત્તિ છે. તેમના અંગે કેટલીક જાણવા જેવી વાતો પર નજર નાખીએ.

એક રિપોર્ટ અનુસાર, બર્કશિયર હૈથવે પાસે 116 અબજ ડોલર (આશરે રૂ.775 ટ્રિલિયન) કેશ ભંડાર છે. જો ભારતમાં 40 લિસ્ટેડ બેન્કોએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું કે, તેના રૂ. 8,96,891 કરોડ માત્ર લોનમાં જ ફસાયેલા છે. એટલે કે ભારતની કુલ NPAના 85% હિસ્સાની બર્કશિયર હૈથવેની કેશ છે. જે કંપનીમાં બફેટનો 17.2 ટકા હિસ્સો છે.

ટોપ BSE-200 કંપનીઓની સંપત્તિ
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ ટોપ 200 કંપનીઓ, જેમાં એક પણ બેન્ક અને અન્ય નાણાંકીય સંસ્થાનો સમાવેશ થતો નથી, જેની કુલ સંપત્તિ ભેગી થઈની પણ બફેટની સંપત્તિ વધુ છે.

ઘણી કંપનીઓની સંપત્તિના બરાબાર નફો
બર્કશિયર હૈથવેનો છેલ્લા વર્ષે 44.94 અબજ ડોલર(આશરે રૂ. 3 લાખ કરોડ)નો નફો થયો છે. જે સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓના સમગ્ર વર્ષ દરમિયાન કુલ વાર્ષિક નફા કરતાં પણ વધુ છે. જે રૂ. 2,55,836 કરોડ જેટલો છે.

ટાટા ગ્રુપની તમામ કંપનીઓ થી વધુ રેવેન્યૂ
2017માં બર્કશિયર હૈથવેનું કુલ આવક 242.13 અબજ ડોલર(આશરે રૂ. 16 લાખ કરોડ) રહ્યો હતો. જે ટાટા ગ્રુપના 2017ના કુલ રૂ. 6.73 લાખ કરોડ કરતાં 2.4 ગણો વધુ છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપનીને સમકક્ષ કેશ
બર્કશિયર હૈથવે પાસે રહેલ કેશ ભારતની સૌથી મોંઘી કંપની TCSની બજાર વેલ્યૂથી વધુ છે. હાલમાં TCSની માર્કેટ કેપ 106 અબજ ડોલર (આશરે રૂ. 700 ટ્રિલયન ) છે, જ્યારે બર્કશિયર પાસે 116 અબજ ડોલર(આશરે રૂ. 775 ટ્રિલયન) કેશ રહેલી છે.

ભારતની GDPનો પાંચમો હિસ્સા
જો બર્કશિયરની માર્કેટ કેપિટલ આશરે 470 અબજ ડોલર(આશરે રૂ. 31 લાખ કરોડ) જેટલી છે, જે ભારતની GDPના 21% બરાબર છે. જે થાઈલેન્ડ, ઈરાન, ઓસ્ટ્રેલિયા અને નોર્વે જેવી ઈકોનમીથી વધુ છે અને બેલ્જિયમની ઈકોનોમીથી સમકક્ષ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન