American internet personality Dan Bilzerian come to India
  • Home
  • Business
  • ભારત આવ્યો દુનિયાનો સૌથી મોટો અય્યાશ અબજોપતિ, એક ઘડિયાળની કિંમત રૂ.1.36 કરોડ

ભારત આવ્યો દુનિયાનો સૌથી મોટો અય્યાશ અબજોપતિ, એક ઘડિયાળની કિંમત રૂ.1.36 કરોડ

 | 3:52 pm IST

ઇન્સ્ટાગ્રામનો કિંગ કહેવાતો અમેરિકન પોકર પ્લેયર ડેન બિલ્જેરિયન થોડા દિવસ પહેલા ભારતના સૌથી મોટા પોકર ઇવેન્ટ ‘ઇન્ડિયા પોકર ચેમ્પિયનશિપ’માં સામેલ થવા માટે ભારત આવ્યો હતો. ગોવાના ભવ્ય બિગ ડેડી ક્રૂઝ પર આયોજીત આ ઇવેન્ટમાં ભારત સહિત દુનિયાભરના લોકોએ હાજરી આપી હતી.

પોતાની અય્યાસીથી ભરેલી જીવનશૈલી માટે પ્રખ્યાત ડેન બિલ્જેરિયન આ સંપૂર્ણ ઇવેન્ટ દરમિયાન ચર્ચામાં રહ્યો. પરંતુ તેનાથી પણ વધુ ચર્ચામાં તેની એક ઘડિયાળ રહી. ખેરખર, ડેન બિલ્જેરિયને જે ઘડિયાળ પહેરી હતી. તેનું નામ Richard Mille RM11-03 છે. જેની કિંમત લગભગ 1.36 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે.

ડેનની આ ઘડિયાળને લઈ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ગરમાઈ છે. કેટલાક યૂઝર્સનું કહેવું છે કે ડેનની આ ઘડિયાળની કિંમતમાં એક બંગલો અને લગ્ઝરી કાર ખરીદી શકાય છે. ડેનની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામના આ કિંગના એપ પર 28.5 મિલિયન ફોલોવર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર ડેનની તસવીરો અને વીડિયો જોઈ તમે તેની લાઇફસ્ટાઇલ વિશે અંદાજ લગાવી શકો છે કે તે કેવી અય્યાશી ભરી લાઇફ સ્ટાઇલ ધરાવે છે. પોસ્ટ તસવીરોમાં ડેન હંમેશા યુવતી સાથે ઘેરાયલો દેખાય છે અને અલગ-અલગ એડવેન્ચર્સ કરતા નજરે આવે છે. રિપોર્ટ મુજબ ડેન બિલ્જેરિયનની મિલકત લગભગ 150 મિલિયન ડોલર(લગભગ 1 હજાર કરોડ રૂપિયા) છે. ડેનના કેટલાક બિઝનેસ ચાલે છે.

આ વીડિયો પણ જુઓ: આયોજન વિના નવા કાયદા લોકો પર થોપી દેવાતા હાલાકી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન