American lawmakers write letter to Donald Trump for GSP issue
  • Home
  • Business
  • PM મોદીના પ્રવાસ પહેલા ટ્રમ્પ પર અમેરિકી સાંસદોનું દબાણ, પત્ર લખી કરી આ અપીલ

PM મોદીના પ્રવાસ પહેલા ટ્રમ્પ પર અમેરિકી સાંસદોનું દબાણ, પત્ર લખી કરી આ અપીલ

 | 1:48 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 સ્પેટમ્બરે અમેરિકાના પ્રવાસે જશે. ત્યાં પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થશે. જોકે આ મુલાકાત પહેલા અમેરિકાના કેટલાક સાંસદોએ તેમની સરકાર પર દબાણ વધાર્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાના લગભગ 44 સાસંદોએ ટ્રમ્પ સરકાર પર ભારતને ફરી GSPનો દરજ્જો આપવા માટે દબાણ વધાર્યું છે. આ સાસંદોએ ટ્રમ્પ પ્રશાસનને એક પત્ર લખી ભારતને ફરી GSP દરજ્જો આપવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે અમેરિકાએ 5 જૂને ભારત પાસેથી જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ(GSP)નો દરજ્જો છીનવ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇથઝરે 17 સપ્ટેમ્બરે એક લેટર લખી આ મુદ્દે જલ્દી નિર્ણય લેવાની ભલામણ કરી છે. તેમને કહ્યું કે અમેરિકાની જનતાને આની કિંમત ચૂકવવી પડી છે અને દર દિવસે તેમા વધારો થઈ રહ્યો છે. અમુક વ્યક્તિગત મુદ્દાઓને ઉકેલવાથી ભવિષ્યની સફળતાઓને વેગ મળી શકે છે.

શું છે GSP?

ઉલ્લેખનીય છે કે GSP અંતર્ગત અમેરિકાએ ભારતને લાભાર્થીનો વિશેષ દરજ્જો આપ્યો હતો. અમેરિકાના GSP કાર્યક્રમમાં સામેલ દેશોને વિશેષ દરજ્જો આપવામાં આવે છે. અમેરિકા આ દેશો પાસેથી એક નક્કી રકમની આયાત પર ચાર્જ લેતુ નથી. આની શરૂઆત 1976માં વિકાસશીલમાં આર્થિક વૃદ્ધિને વધારવા માટે કરવામાં આવી હતી. દરજ્જો પ્રાપ્ત દેશોને મોટી સંખ્યામાં સામાન કોઈ પણ શુલ્ક વિના અમેરિકાને આપવાની છુટ મળે છે. ભારત 2017માં GSP હેઠળ સૌથી વધારે ફાયદો ઉઠાવનાર દેશમા મોખરે રહ્યો. વર્ષ 2017માં આ હેઠળ ભારતે આ સુવિધા હેઠળ અમેરિકાને 5.7 અરબ ડૉલરની નિકાસ કરી હતી. જ્યારે અત્યાર સુધી GSP હેઠળ લગભગ 129 દેશોને આશરે 4,800 સામાન માટે ફાયદો મળ્યો છે.

GSP પર મોદી-ટ્રમ્પની ચર્ચા:

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં ભારતીય સમુદાયની એક રેલીને સંબોધિત કરશે. આ રેલીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન બંને નેતાઓ લાંબા સમયથી વિવાદનું કાર બનેલા વેપાર મુદ્દા પર સમજૂતી કરશે. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, આ દરમિયાન બંનેની વચ્ચે ભારતને GSP કાર્યક્રમમાં પરત સામેલ કરવા બાબતે પણ ચર્ચા થશે. પીએમ મોદી 21-27 સ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે.

આ વીડિયો પણ જુઓ: ટ્રાફિકના નવા નિયમો પર સુરત અને વડોદરાથી લાઇવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન