Video: અંગ્રેજી બોલતા-બોલતા અચાનક પંજાબી બોલવા લાગ્યો વિદેશી, હેરાન રહી ગયા લોકો - Sandesh
  • Home
  • Featured
  • Video: અંગ્રેજી બોલતા-બોલતા અચાનક પંજાબી બોલવા લાગ્યો વિદેશી, હેરાન રહી ગયા લોકો

Video: અંગ્રેજી બોલતા-બોલતા અચાનક પંજાબી બોલવા લાગ્યો વિદેશી, હેરાન રહી ગયા લોકો

 | 7:39 pm IST

સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને દરેક હેરાન રહી ગયા છે. એક અમેરિકન અચાનક અંગ્રેજી બોલતા-બોલતા પંજાબી બોલવા લાગે છે. જેને સાંભળીને સરદાર પર હેરાન રહી ગયો હતો.

સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોને કોન્સ્યુલેટ જનરલ ઓફ પાકિસ્તાને ફેસબુક પર પોસ્ટ કર્યો છે. જેમે વિદેશી શખ્સ પંજાબી ભાષામાં વાત કરી રહ્યો હતો. તે એવી પંજાબી ભાષામાં બોલી રહ્યો હતો જાને તે પંજાબી જ હોય.

વિડીયોમાં તે પોતાના વિશે બોલી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે પાર્ટીશન પછી 6 વર્ષ લાહોરમાં રહ્યો હતો. ત્યાં તેમણે લાહોરી પંજાબી સીખી હતી. જે પછી પુણે આવી ગયો હતો અને ત્યાં કોલેજ કરી છે. તેમને જણાવ્યું કે હું લગભગ 32 વર્ષ ભારતમાં રહ્યો છે.

તેઓ વચ્ચે-વચ્ચે US આવતા રહેતા હતા. તેમણે ભારત અને પાકિસ્તાનમાં ઘણો સમય વિતાવ્યો છે. જ્યાંની યાદો ખૂબ શેર કરી હતી. છેલ્લા વર્ષે આ વિડીયોને શેર કર્યો હતો. આ વિડીયોને 5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. 13 હજારથી વધુ લોકોએ આ વિડીયોને શેર કર્યો છે. વિડીયો જોઇને તમે પણ હેરાન રહી જશો.