અમેરિકાએ બિકિનીમાં કર્યું શક્તિશાળી બોંબનું પરિક્ષણ પછી થયું જોવા જેવું... - Sandesh
  • Home
  • World
  • અમેરિકાએ બિકિનીમાં કર્યું શક્તિશાળી બોંબનું પરિક્ષણ પછી થયું જોવા જેવું…

અમેરિકાએ બિકિનીમાં કર્યું શક્તિશાળી બોંબનું પરિક્ષણ પછી થયું જોવા જેવું…

 | 11:13 pm IST

અમેરિકાએ પ્રશાંત ક્ષેત્રસ્થિત માર્શલ દ્વીપોના બિકિની દ્વીપસમૂહમાં 1 માર્ચ 1954ના દિવસે સૌથી મોટા હાઇડ્રોજન બોંબનું પરીક્ષણ કર્યું હતું. આ માનવીએ કરેલો એ સમયનો સૌથી મોટો વિસ્ફોટ હતો.

એમ મનાય છે કે હાઇડ્રોજન બોંબ હિરોશિમાનો નાશ કરનાર પરમાણુ બોંબથી પણ 1,000 ગણો વધુ શક્તિશાળી હતો. એ એટલો મોટો વિસ્ફોટ હતો કે તેની શક્તિ માપનારાં યંત્ર પણ તેને માપી શક્યાં ન હતાં!

તેના પરથી અનુમાન લગાવી શકાય કે બોંબ વિજ્ઞાનીઓનાં અનુમાન કરતાં પણ વધુ શક્તિશાળી હતો. વિસ્ફોટને કારણે 100 માઇલ મોટા મશરુમ જેવા આકારનું વાદળ પેદા થયું હતું અને રેડિયોધર્મી વિકિરણરૂપે પડયું હતું. પરમાણુ ઊર્જા આયોગે જાહેરાત કરી હતી કે એ વિસ્તારમાં એવાં વધુ પરીક્ષણ કરાશે.

બિકિનીમાં સૌ પહેલાં 1946માં પરીક્ષણ શરૂ થયાં હતાં. એ સમયે સ્થાનિક લોકોને રોંગેરિક ટાપુ પર સ્થળાંતરિત કરાયાં હતાં, તેના એક વર્ષ બાદ ઉજેલાનમાં અને 1949માં કિલીમાં સ્થળાંતરિત કરાયાં હતાં.