America's Top Spy Chief claims on UFOs and aliens
  • Home
  • Top News
  • UFO અને એલિયન્સ પર અમેરિકાના ટૉપ સ્પાઇ ચીફના દાવાથી દુનિયામાં ખળભળાટ

UFO અને એલિયન્સ પર અમેરિકાના ટૉપ સ્પાઇ ચીફના દાવાથી દુનિયામાં ખળભળાટ

 | 6:47 pm IST
  • Share

  • અમેરિકાની ટૉપ સ્પાઇના ચીફનો મોટો દાવો
  • એવરિલ હેન્સે UFO વિશે માહિતી આપી
  • 17 વર્ષમાં પૃથ્વી પર 144 UFO જોવા મળ્યા: રિપોર્ટ

દુનિયાભરમાં એલિયન્સને લઇ સમય-સમય પર ઘણી જાણકારીઓ સામે આવતી રહી છે. હવે આ દરમિયાન અમેરિકાની ટૉપ સ્પાઇના ચીફે મોટો દાવો કર્યો છે કે, જેના પછી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. તેમનો દાવો છે કે, યુદ્ધ વિમાનો પાસે જોવા મળેલા અને અમેરિકન પાયલટોએ જે UFOનું રોકોર્ડિંગ કર્યું છે તે એલિયન્સનું વિમાન હોઇ શકે છે. અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સની ડાયરેક્ટર એવરિન હૈન્સએ આ વાતો એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. નેશનલ ઇન્ટેલિજન્સ અમેરિકાના FBI અને CIA સહિત તમામ 16 અમેરિકન જાસુસ એજન્સીઓની દેખરેખ રાખે છે.

એવરિલ હેન્સે UFO વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં આ વાત કહી હતી. આ હવે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો બની ગયો છે. આ વર્ષે પેન્ટાગોને યુએફઓ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આકાશમાં ઉડતી અજાણી વસ્તુઓ અને યુએસ મિલિટરી પાઇલોટ સામસામે આવી ગયા છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 17 વર્ષમાં પૃથ્વી પર 144 UFO જોવા મળ્યા છે. પરંતુ તેનો સંબંધ એલિયન્સ સાથે જોડવામાં આવ્યો નથી.

નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટરે UFOની આ ઘટનાઓને એલિયન્સ સાથે જોડી છે. તેમણે સ્વીકાર્યું કે પાઈલોટ સાથેની આ ઘટનાઓ હજુ પણ એક રહસ્ય છે, જેને ગુપ્તચર એજન્સીઓ હજુ સુધી સમજી શકી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મામલે વધુ તપાસની જરૂર છે. ઉડાનને લઇ દરેક વ્યક્તિ ચિંતિત છે.

એવરિલ હેન્સે કંઈક એવું કહ્યું કંઇ એવું છે જે બહારની દુનિયા સાથે જોડાયેલું છે. અમને આ પ્રશ્ન સમજાતો નથી. ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીએ પહેલીવાર UFO અને એલિયન્સ પર ખુલીને વાત કરી છે.

અમેરિકન લડાકુ વિમાનોએ કેટલાક વર્ષોમાં આકાશમાં વણઉકેલાયેલી વસ્તુઓ જોઈ છે. તેમના તરફથી તસવીરો પણ જાહેર કરવામાં આવી છે, જે કથિત UFO હોવાનું માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે તે એલિયન્સનું પ્લેન હોઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો