amid corona virus Swine Flu case positive in Patan district
  • Home
  • Corona live
  • ‘કોરોના’ના પ્રકોપ વચ્ચે હવે સ્વાઈન ફ્લૂનો આતંક, રાજ્યમાં એક કેસ પોઝિટીવ આવ્યો

‘કોરોના’ના પ્રકોપ વચ્ચે હવે સ્વાઈન ફ્લૂનો આતંક, રાજ્યમાં એક કેસ પોઝિટીવ આવ્યો

 | 10:15 am IST

ચીનથી આખા વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. અલગ-અલગ રાજ્યોમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 3 લોકોના મોત થયા છે અન 45 કેસ નોંધાયા છે. ત્યારે હવે રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો એક કેસ પોઝિટીવ આવ્યો છે.

માહિતી મુજબ પાટણમાં સ્વાઈન ફ્લૂનો એક કેસ પોઝિટીવ આવ્યો છે. જ્યારે જ્યારે અત્યાર સુધી ત્યાં કોરોનાના 20 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 15 લોકોના રિપોર્ટ નેગિટીવ આવ્યા છે અને 5 લોકોના રિપોર્ટ બાકી છે. પાટણમાં સ્વાઇન ફલૂનો પોઝિટીવ કેસ આવતા આરોગ્ય વિભાગ સતરગ થયું છે. 59 વર્ષીય વડીલનો સ્વાઇન ફૂલ કેસ પોઝિટીવ આવ્યો છે.

બીજી તરફ પાટણમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં કોરોનાના વધુ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ સાથે પાટણ જિલ્લામાં અત્યાર સુધી કુલ 20 શંકાસ્પદ કેસ નોંધાયા છે. 15 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા જ્યારે 5 લોકોના રિપોર્ટ આવવા ના બાકી છે. આ લોકોને ઘારપુર હોસ્પિટલમાં આઇસ્યુલેસન વોર્ડમાં રખાયા છે.

આ વીડિયો પણ જુઓ: સાયક્લોનિક સર્ક્યુલેશનથી વાતાવરણમાં પલટો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન