Amidst increased tension from China, America successfully tested this infallible weapon
  • Home
  • World
  • ચીન સાથેના તણાવ વચ્ચે અમેરિકાની નૌસેનાએ દેખાડ્યો દમ, આવી રીતે દુનિયામાં વધારી ધાક

ચીન સાથેના તણાવ વચ્ચે અમેરિકાની નૌસેનાએ દેખાડ્યો દમ, આવી રીતે દુનિયામાં વધારી ધાક

 | 11:00 pm IST

અમેરિકાની નૌસેનાએ એક હાઇ એનર્જી લેસર હથિયારનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. એ પરીક્ષણ પેસિફ્કિ મહાસાગરમાં એક જંગી જહાજ પર કરાયું હતું. નૌસેનાના પેસિફ્કિ કાફ્લાએ કહ્યું કે, આ શસ્ત્ર એટલું શક્તિશાળી છે કે તે ઊડી રહેલા વિમાનનો હવામાં જ નાશ કરી શકે છે.

નેવીએ આ પરીક્ષણના ફોટો અને વીડિયો પણ જાહેર કર્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે, યુદ્ધ જહાજના ડેક પરથી એક શક્તિશાળી સેલર બીમ નીકળી રહ્યું છે. વીડિયો મુજબ આ લેસર બીમની સામે આવતું ડ્રોન સળગવા લાગે છે. નૌસેનાનું કહેવું છે કે લેસર હથિયાર ડ્રોન કે શસ્ત્રોવાળી નાની નૌકાઓની વિરુદ્ધ પણ કામ આવી શકે છે.

પોર્ટલેન્ડના કમાન્ડિંગ ઓફ્સિર કેપ્ટન કેર સેન્ડર્સે જણાવ્યું હતું કે, યુએવી અને નાના વિમાનો પર તેનો ટેસ્ટ કરીને અમને આ લેસર શસ્ત્રની શક્તિ અંગે મહત્ત્વપૂર્ણ જાણકારી મળી છે. હવે સમુદ્રમાં યુદ્ધની નવી રીતે અમે વ્યાખ્યાયિત કરીશું.

લેસર શસ્ત્રની શક્તિ 150 કિલોવોટ હોવાનો અંદાજ

નૌસેનાએ હજુ એ જણાવ્યું નથી કે લેસર શસ્ત્રનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે. તેમણે એટલું જ જણાવ્યું છે કે 16 મેના દિવસે તેનું પરીક્ષણ પેસિફ્કિ મહાસાગરમાં કરવામાં આવ્યું હતું. લેસર હથિયારની શક્તિ અંગે પણ કોઈ જ માહિતી અપાઈ નથી. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટયૂટ ફેર સ્ટ્રેટેજિક સ્ટડીઝના 2018ના રિપોર્ટ મુજબ આ શસ્ત્રની શક્તિ 150 કિલોવૉટ હોઈ શકે છે.

આ વીડિયો પણ જુઓ: 3 લાખ જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત થયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન