Amir Khan and Salman Khan Drunk and went Out
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન ખાન સાથે દારૂ પીને ફરવા નીકળ્યો હતો આમિર ખાન પછી થયું એવું કે…

સલમાન ખાન સાથે દારૂ પીને ફરવા નીકળ્યો હતો આમિર ખાન પછી થયું એવું કે…

 | 12:24 pm IST

આમિર ખાન અને સલમાન ખાનની જોડીને ફિલ્મ ‘અંદાજ અપના અપના’ માટે યાદ કરવામાં આવે છે. 1994માં રિલીઝ થયેલ આ ફિલ્મ તે સમય બોક્સ ઓફિસ પર કોઈ ખાસ કમાલ કરી નહોતી શકી પરંતુ થોડા સમય બાદ ફિલ્મ કલ્ટ ક્લાસિકમાં ફેરવાઈ હતી અને આજે પણ કેટલાક ફેન્સ આ ફિલ્મને આમિર અને સલમાનની બેસ્ટ કેમિસ્ટ્રી તરીકે યાદ કરે છે. જોકે આ ફિલ્મની જેમ આમિર અને સલમાનથી ઓફસ્ક્રિન કેમિસ્ટ્રી પણ જોરદાર છે.

રિપોર્ટ મુજબ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે આમિરથી પૂછવામાં આવ્યું હતું કે સલમાને એકવાર એવું કહ્યું હતું કે,‘તમે રિક્શા વાળાને પૈસા નહોતા આપ્યા.’ ત્યારે જવાબ આપતા આમિરે એક કિસ્સો સંભળાવતા કહ્યું કે,‘એકવાર જ્યારે મે અને સલમાને દારૂ પીધી હતી ત્યારે અમે બન્ને ફરવા નીકળ્યા હતા અને ત્યારે મે રિક્શાવાળાને પૈસા નહોતા આપ્યા અને એવું એટલા માટે બન્યું કારણ કે હું ક્યારે મારી પાસે કેશ રાખતો નથી.’

આમિરે કહ્યું કે,‘હું મોટાભાગે કિરણ જોડે પૈસા માંગુ છે કે પછી મારા મેનેજર જોડે. પરંતુ હું મારી પાસે કેશ રાખતો નથી. તે દિવસે કોઈ અન્ય વ્યક્તિ નહોતું અને આ કારણે સલમાનને પૈસા આપવા પડ્યા હતા.’ તમને બતાવી દઈએ કે હાલ આમિર ખાન તેની નવી ફિલ્મ માટે ફિજિકલ ટ્રાન્સફોર્મેશન પર ધ્યાન આપી રહ્યા છે. ઉપરાંત એવી પણ ખબર મળી છે કે આમિર અને સલમાનની ફિલ્મ ‘અંદાજ અપના અપના’ની સિક્વલ માટે વરૂણ ધવન અને રણવીર સિંહને કાસ્ટ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન