Amir Khan will not Work on ‘MahaBharata’ may Work this Hollywood Movie
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘મહાભારત’ નહીં હવે આ હોલિવૂડ ફિલ્મની રિમેકમાં કામ કરશે આમિર ખાન

‘મહાભારત’ નહીં હવે આ હોલિવૂડ ફિલ્મની રિમેકમાં કામ કરશે આમિર ખાન

 | 12:27 pm IST

બોલિવૂડ સ્ટાર મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ જબરદસ્ત ફ્લોપ રહી. મોટા બજેટ વાળી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ પણ કમાલ કરી ન શકી. જોકે આ ફિલ્મ બાદ આમિર ખાન તેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ‘મહાભારત’ પર કામ શરૂ કરશે એવા અહેવાલ હતા પરંતુ હવે એક નવી મહિતી સામે આવી છે કે આમિર ખાને મહાભારત પર હાલ કામ કરવાનું મોકૂફ રાખ્યું છે.

સૂત્રો મુજબ આમિર ખાન એક પ્રખ્યાત હોલિવૂડ ફિલ્મની રિમેક બનાવવાની તૈયારી કરી રહ્યો છે. જેના કારણે આમિરે મહાભારત પ્રોજેક્ટ પર કામ કરવાનું ટાળ્યું છે. રિપોર્ટ મુજબ આમિર ખાન હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગંપ’ની રિમેક બનાવશે. આ ફિલ્મ અમેરિકામાં 1994માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં હોલિવૂડ સ્ટાર ટોમ હેંક મુખ્ય ભૂમિકામાં હતા. તમને બતાવી દઈએ કે આ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમા એક લો આઈ ક્યૂ વાળા શખ્સની કહાની દર્શાવવામાં આવી હતી.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તે સમય ખૂબ ધમાલ મચાવી હતી અને દર્શકોને ઘણી પસંદ આવી હતી. જોકે હવે આમિરને આશા છે કે આ ફિલ્મ ભારતમાં પણ સારો બિઝનેસ કરશે. સૂત્રો મુજબ આમિરે પેરામાઉટ પિક્ચર્સ સાથે કરાર કર્યો છે અને આ કરાર એક ઓસ્કર એવોર્ડ વિનિંગ ફિલ્મના અધિકારો સંબંધીત છે. આમિર ખાન તેમના જન્મ દિવસ 14મી માર્ચ પર આ ફિલ્મની આધિકારિક જાહેરાત કરી એવી વકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન