Amit Chavda's allegation: Involvement of BJP associates, officials, CMO workers in biodiesel scam
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • અમિત ચાવડાનો આક્ષેપ: બાયોડીઝલ કૌભાંડમાં ભાજપના મળતિયા, અધિકારીઓ, CMO કર્મીની સંડોવણી

અમિત ચાવડાનો આક્ષેપ: બાયોડીઝલ કૌભાંડમાં ભાજપના મળતિયા, અધિકારીઓ, CMO કર્મીની સંડોવણી

 | 7:56 am IST
  • Share

વિધાનસભાની ૨૦૨૨ માટેની ચૂંટણીઓની તૈયારીઓ મુખ્ય રાજકીય પક્ષોએ શરૂ   કરી દીધી છે, ત્યારે મંગળવારે ભુજ આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કચ્છના બાયોડીઝલ કૌભાંડનો મુદ્દો ઉઠાવીને સીધા મુખ્યમંત્રી કાર્યાલય સુધી આકરા પ્રહારો સાથેના સનસનીખેજ આક્ષેપો કર્યા હતા.

કચ્છના બાયોડીઝલ કૌભાંડમાં ભાજપના મળતિયાઓ, વહીવટી તંત્ર અને પોલીસના કેટલાક અધિકારીઓ અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયના કેટલાક અધિકારીઓ હપ્તા લેવામાં સામેલ હોવાનું જણાવ્યું હતું. આ તમામે સરકારની તિજોરીને કરોડોનો આર્િથક ફટકો પહોંચાડયો હોવાનું પણ કહ્યું હતું.

તેઓ કોંગ્રેસની ન્યાય યાત્રા અને સંયોજક સંમેલન માટે ભુજ આવ્યા હતા. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો મુજબ જનમિત્ર નામના કોંગ્રેસી બૂથ ઈન્ચાર્જ તથા કાર્યકરોને ખાસ સંયોજક તરીકેની તાલીમ આપીને ચૂંટણીમાં તેમની સરકાર બને ત્યાં સુધીના પ્રયાસો કરાશે.   

ભુજ આવેલા ચાવડાએ માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, નર્મદા, ભુજોડી બ્રિજ સહિતના કચ્છના વણઉકેલ્યા પ્રશ્નો છે. સૌથી મોટો મુદ્દો બાયોડીઝલનો ગણાવીને આક્ષેપ કર્યા હતા. આરોગ્ય, શિક્ષણ, કાયદો વ્યવસ્થા ખાડે ગયા છે. ભાજપના લોકોનો રાજકીય એજન્ડા માત્ર સમૃદ્ધિનો હોવાના પ્રહારો કર્યા હતા.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો