Amit Shah addressed a public meeting at Puvanarka in Saharanpur
  • Home
  • India
  • ઉત્તરપ્રદેશમાં ચૂંટણી અગાઉ ભાજપે મજબૂત હરીફ સપા પર નિશાન તાક્યું

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી અગાઉ ભાજપે મજબૂત હરીફ સપા પર નિશાન તાક્યું

 | 11:13 pm IST
  • Share

  • અખિલેશ યુપીમાં ક્રાઇમના આંકડા જોઈલો: અમિત શાહ

  • પહેલાં હત્યામાં પણ પક્ષપાત થતો: ગૃહમંત્રી

  • અગાઉની સરકારો વિકાસની વાતો જ કરતી હતી: શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગુરુવારે ઉત્તર પ્રદેશના સહારનપુરના પુવાંરકામાં એક જાહેર સભાને સંબોધન કરતાં યુપીમાં ભાજપના કટ્ટર હરીફ ગણાતા સમાજવાદી પક્ષ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે અખિલેશ યાદવ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે તેઓ ઉત્તરપ્રદેશના ક્રાઇમના આંકડા જોઇ લે. અગાઉ યુપીમાં ગુનાખોરી ચરમસીમા ઉપર હતી.

 કામ કરાવીને પોતાનું વચન નિભાવ્યું

તેમણે હત્યા, લૂંટ અને અન્ય તમામ અપરાધોના આંકડા ગણાવતા જણાવ્યું હતું કે હવે યુપીમાં ભાજપ સરકારના રાજમાં ગુના ઘટી ગયા છે. તેમણે અગાઉની સરકારો પર આરોપ મૂક્યો હતો કે તેઓ તો ફક્ત વિકાસની વાતો જ કરતા હતા પણ વડા પ્રધાન મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ અને દેશના માર્ગો માટે વધુને વધુ કામ કરાવીને પોતાનું વચન નિભાવ્યું છે.

ભાજપ સરકારમાં શું શું કામગીરી થઇ

આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની સરકારે ત્રણ તલાક, કલમ-370 જેવા ઘણા મોટા મુદ્દાને ખતમ કરીને લોકો સમક્ષ સાબિત કર્યું છે કે ભાજપ સરકારમાં શું શું કામગીરી થઇ છે. નોંધનીય છે કે અમિત શાહ પુવાંરકામાં મા શાકંભરી દેવી વિશ્વવિદ્યાલયના શિલારોપણ માટે આવ્યા હતા. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ડેપ્યુટી સીએમ દિનેશ શર્મા પણ હાજર રહ્યા હતા.

હવે દિલ્હીથી સહારનપુર ત્રણ કલાકમાં પહોંચાય છે: શાહ

શાહે જણાવ્યું હતું કે આ પવિત્ર સ્થાન પર યુનિવર્સિટી બનવાના કારણે યુવાનોને અભ્યાસ માટે સારામાં સારી સગવડ ઉપલબ્ધ થવા ઉપરાંત પોતાના ઘરની પાસે રહેવાની તક મળશે. તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર પિૃમ યુપીમાં ગુંડા અને માફિયા તત્ત્વોનું શાસન હતું પણ યોગીજીએ વેસ્ટ યુપીને તેમાંથી મુક્તિ અપાવીને સમ્માન પરત કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ દિલ્હીથી સહારનપુર આવવામાં આઠ કલાક થતાં હતાં પણ હવે ત્રણ કલાકમાં પહોંચી જવાય છે. આજે મોદીજીના કારણે શહેરો વચ્ચેનું અંતર ઘટવા સાથે લોકોના દિલો વચ્ચેનું અંતર પણ ઘટયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો