તો આ મુદ્દાના કારણે શાહ અને ઠાકરેની મુલાકાતનું પરિણામ ન આવ્યું !!! - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • તો આ મુદ્દાના કારણે શાહ અને ઠાકરેની મુલાકાતનું પરિણામ ન આવ્યું !!!

તો આ મુદ્દાના કારણે શાહ અને ઠાકરેની મુલાકાતનું પરિણામ ન આવ્યું !!!

 | 11:54 am IST

2019ની ચૂંટણી પહેલા ભાજપ પોતાના જ સહયોગીને મનાવવામાં લાગ્યું છે. સંપર્ક ફોર સમર્થન હેઠળ ભાજપ અધ્યક્ષ અમિત શાહ ઉધ્ધવ ઠાકરે સાથેની મુલાકાત લીધી હતી. જેના એક દિવસ બાદ શિવસેના પ્રમુખે રાજકીય ખળભળાટ મચાવી દેનારૂ નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, હાલમાં જે પણ થઇ રહ્યું છે એ બધું એક નાટક છે.

મુંબઇ પાસે પાલઘરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં ઉધ્ધવ ઠાકરેએ કહ્યું કે, બંધ બારણે યોજાયેલી એ બેઠક તરફ ઇશારો કરતાં કહ્યું કે, જે થઇ રહ્યું છે એ તમામ નાટક છે. અહીં નોંધનીય બાબત એ છે કે, પાલઘર લોકસભા બેઠક માટે તાજેતરમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં શિવસેના ઉમેદવારની ભાજપના ઉમેદવાર સામે હાર થઇ હતી.

ભાજપના વરિષ્ઠ મંત્રીના અનુસાર, આગામી લોકસભાની ચૂંટણીમાં બંને નેતા 2014ના ર્ફોમ્યૂલા પર માની ગયા હતા. પરંતુ તેમાં 28 પર ભાજપ અને 22 પર શિવસેના ચૂંટણી લડ્યું હતું. લોકસભા પછી જ્યારે વિધાનસભા અંગે વાતચીત શરૂ થઈ તો તેના પર સહમતિ બની ન હતી. ભાજપે ઓછામાં ઓછી 122 બેઠકો માંગી છે. જેના પર શિવસેનાએ નારાજગી વ્યક્ત કરી છે. 2014માં વિધાનસભાની ચૂંટણી બંને પક્ષ અલગ અલગ જ લડ્યું હતું. ત્યારે ભાજપ 260 માંથી 122 બેઠક જીત્યું હતું તો શિવસેના 282 માંથી 63 બેઠક જીત્યું હતું.

આ અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે 7મી જૂને કહ્યું કે, પાર્ટી પ્રમુખ દ્વારા લેવાયેલ કોઇ નિર્ણય અન્ય કોઇ પાર્ટીના અધ્યક્ષ દ્વારા ન બદલી શકાય. માત્ર શિવસેના કે ઉધ્ધવ ઠાકરે જ પાર્ટી અંગે કોઇ નિર્ણય કરી શકે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે, પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની જાન્યુઆરીમાં યોજાયેલી બેઠકમાં ઉધ્ધવ ઠાકરેએ જાહેરાત કરી હતી કે પાર્ટી આગામી તમામ ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કર્યા વગર ચૂંટણી લડશે.

ઠાકરેએ દાવો કર્યો છે કે, હારનો સામનો કરનાર શિવસેના ઉમેદવાર શ્રીનિવાસ વાનગાએ ભાજપને ડરાવી દીધા હતા. બુધવારે ભાજપના સુત્રોએ અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચેની બેઠકને સફળ ગણાવી હતી. પરંતુ શિવસેનાના નેતા સંજય રાઉતે આ અટકળોનો અંત લાવતાં કહ્યું હતું કે, શિવસેના એકલા હાથે ચૂંટણી લડશે.

તો બીજી તરફ અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચેની બેઠક બાદ બંને પાર્ટી વચ્ચેનો ખટરાગ ઓછો ન થયો હોવાનો સંકેત આપતાં શિવસેનાએ ભાર આપતાં આગામી ચૂંટણીમાં શિવસેના એકલા હાથે ચૂંટણી લડશે અને ભાજપ આ નિર્ણયમાં ફેરફાર કરાવી શકે એમ ન હોવાનું કહ્યું હતું.