amit shah can get finance ministry know how he is suitable
  • Home
  • Election 2019
  • મોટા વેપારીનો દીકરો અને શેર બજારનો ખેલાડી આ કારણોથી છે ભારતનાં નાણામંત્રીનો દાવેદાર

મોટા વેપારીનો દીકરો અને શેર બજારનો ખેલાડી આ કારણોથી છે ભારતનાં નાણામંત્રીનો દાવેદાર

 | 12:29 pm IST

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમતીની સાથે કેન્દ્રમાં પાછા ફરેલા ભાજપે ગુરૂવારના રોજ પોતાની બીજી ઇનિંગ્સ શરૂ કરી દીધી. આજે સાંજે કેબિનેટની પહેલી બેઠક મળી રહી છે તે પહેલાં જ સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે કેબિનેટ મંત્રીઓને કયા ખાતાની ફાળવણી કરાઇ તેની આખે આખી યાદી આવી ગઇ છે. તેમાં જણાવ્યું છે કે કયા નેતાને કયું ખાતું મળ્યું છે. સૌથી વધુ ચર્ચા ગુજરાતમાંથી સાંસદ બની દિલ્હી ગયેલા અમિત શાહને નાણાંમંત્રાલય સોપ્યું એની થઈ રહી છે. તો આવો જાણીએ કે શા માટે અમિત શાહને પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

અમિત શાહ આર્થિક બાબત સાથે વધારે જોડાયેલા રહે છે. તેમનો જન્મ પણ મુંબઈમાં એક વેપારી પરિવારમાં થયો હતો. તેઓ ગુજરાતનાં એક ધનવાન ખાનદાનનાં દિકરા છે.

બેચરલનું ભણતર પુરૂ કર્યા બાદ એમણે પિતાનો ધંધો સંભાળવાનું શરૂ કરી દીધું હતું. રાજનિતી પહેલા એ પ્લાસ્ટિક અને પાઈપનો પરિવારનો ધંધો સંભાળતા હતા. શાહના પિતા પણ મોટા વેપારી હતા.

અમિત શાહ શેર બજારના પણ મોટા ખેલાડી છે. શેર બજારમાં અમિત શાહે 17.56 કરોડ રૂપિયા રોકેલા છે. ઈલેક્શનમાં સોંપેલા એફિડેવિટમાં આ વાત જણાવી હતી.

ગૌરવ ચોધરી અનુસાર અમિત શાહ નાણા મંત્રીનાં રૂપમાં મજબુત દાવેદાર છે. કારણ કે દેશનો ખુણેખુણો એણે 5 વર્ષમાં ફરી લીધો છે. જેનાં લીધે તેમને દેશની જરૂરતો અને ખામીઓનો અંદાજો લાગી ગયો છે. ક્યાં વિસ્તારમાં કઈ પોલીસી લાગુ કરીએ તો સારૂ રહેશે એ અમિત શાહ કરતા વધારે કોને ખબર હોય. એ સિવાય પ્રધાનમંત્રી મોદી સાથે પણ એમનાં સારા સંબધો છે.

અમિત શાહ વિશે કહેવામાં આવે છે કે ગુજરાતમાં એમણે ફાઈનેંશિયલ કોર્પોરેશનને એક મોટી કંપની બનાવીને શેર બજારમાં લિસ્ટ પણ કારવ્યું છે.

અમિત શાહની કુલ સંપતિ 20 કરોડ છે જેમાંથી તેમણે 17.56 કરોડ તો કેપિટલ માર્કેટમાં રોકેલાં છે. આ સિવાય શાહની પત્નીએ પણ 4.39 કરોડ રૂપિયા શેર બજારમાં રોક્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન