સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનની થઈ ગઈ સર્જરી, નેતાઓએ વધાવી - Sandesh
  • Home
  • India
  • સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનની થઈ ગઈ સર્જરી, નેતાઓએ વધાવી

સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનની થઈ ગઈ સર્જરી, નેતાઓએ વધાવી

 | 4:53 pm IST

 

ઉરી હુમલાના પ્રત્યાઘાતરૂપે ભારતીય સેનાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં હાથ ધરેલી સફળ સર્જિકલ સ્ટ્રાઈકને બધા જ રાજકીય નેતાઓ અને રાજકીય પક્ષોએ વધાવી છે.

https://twitter.com/AmitShah/status/781404702571270144

 

https://twitter.com/AmitShah/status/781404781780672512

https://twitter.com/AmitShah/status/781404898055172097

 

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સેનાના આ પગલાને બિરદાવતાં જણાવ્યું હતું કે સુરક્ષા સંદર્ભમાં લેવાયેલા પગલામાં અમે સરકાર સાથે છીએ.

કેન્દ્રીય પ્રધાન ગીરીરાજસિહે જણાવ્યું હતું કે હવે રમત શરૂ થઈ છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે હાલની ઘડીએ સમગ્ર દેશ ભારતીય સેનાની સાથે અડીખમ છે. ભાજપના શાહનવાઝ હુસેને આ ઘટનાના બધા જ આતંકીઓ માટે બોધપાઠ સમાન ગણાવી હતી.

ભાજપના અધ્યક્ષ અમિત શાહે જણાવ્યું હતું કે હુ પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં ભારતીય સેનાએ હાથ ધરેલી સર્જિકલ સ્ટ્રાઈક બદલ ભારતીય સેના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવું છું. સર્જિકલ સ્ટ્રાઈકમાં આતંકીઓમાં ભારે તબાચી મચી છે જ્યારે ભારતીય જવાનોને ઘસરકો સુદ્ધાં પડ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન