Amit Shah Gave Big Statement On NRC In Assam
  • Home
  • Featured
  • અમિત શાહે આપ્યું મોટું નિવેદન, કહ્યું – દેશમાં એક પણ ઘુસણખોરને નહીં રહેવા દઇએ

અમિત શાહે આપ્યું મોટું નિવેદન, કહ્યું – દેશમાં એક પણ ઘુસણખોરને નહીં રહેવા દઇએ

 | 7:04 pm IST

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે ભારતમાં એક પણ ધુસણખોરને રહેવા નહીં દઇએ. ગેરકાનૂની અપ્રવાસીઓની સમસ્યા પર અમિત શાહે કહ્યું કે, “ભારતની ધરતી પર એક પણ ગેરકાનૂની અપ્રવાસીને રહેવા દેવામાં નહીં આવે.” અમિત શાહ ગુવાહાટીમાં પૂર્વોત્તર પરિષદનાં 68માં પૂર્ણ સત્રને સંબોધિત કરી રહ્યા હતા. ગૃહ મંત્રી અમિત શાહ પૂર્વોત્તર પરિષદનાં ચેરમેન પણ છે. આ કાર્યક્રમમાં પૂર્વોત્તરનાં 8 રાજ્યોનાં મુખ્યમંત્રી સામેલ થયા હતા.

અસમ એનઆરસી, પૂર્વોત્તરમાં ઘુસણખોરીની સમસ્યા પર ગૃહ મંત્રીએ કહ્યું કે દેશમાં એક પણ ઘુસણખોરને રહેવા દેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, “અસમમાં એનઆરસીની પ્રક્રિયા નક્કી કરવામાં આવેલા સમયમાં પૂર્ણ થઈ. નેશનલ રજિસ્ટર ઑફ સિટીજન્સ (NRC) પર ઘણા લોકોએ અનેક પ્રકારનાં પ્રશ્નો ઉઠાવ્યા છે.”

તેમણે કહ્યું કે,  “હું સ્પષ્ટ રીતે કહી દેવા માંગુ છું કે એક પણ ગેરકાનૂની પ્રવાસીને ભારત સરકાર દેશમાં નહીં રહેવા દે. આ અમારું વચન છે.” 31 ઑગષ્ટનાં જાહેર કરવામાં આવેલી એનઆરસી યાદી પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, ” આને નક્કી કરવામાં આવેલા શિડ્યુલ પ્રમાણે પુરુ કરવામાં આવ્યું છે.”

જણાવી દઇએ કે એનઆરસીમાં નામ લખાવવા માટે 3 કરોડ 30 લાખ 27 હાજર 661 લોકોએ આવેદન આપ્યું હતુ. દસ્તાવેજોની તપાસ પછી 3 કરોડ 11 લાખ 21 હજાર 4 લોકોનાં નામ આ યાદીમાં આવ્યા. કુલ મળીને 19 લાખ 6 હજાર 657 લોકોનાં નામ એનઆરસીથી બહાર છે. અસમ સરકારે કહ્યું કે, “જેમનું નામ એનઆરસીમાં નથી તેમને વિદેશી ટ્રિબ્યૂનલની સામે પોતાની નાગરિકતા સાબિત કરવાની તક મળશે.”

આ વિડીયો પણ જુઓ: ખાંભામાં ધોધમાર વરસાદથી બચવા 8 થી 10 સિંહોનું ટોળું ડુંગર પર ચડ્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન