સોશિયલ મીડિયા પર સૌથી વધારે મોદી... મોદી.. પછી અમિત અમિત - Sandesh
  • Home
  • India
  • સોશિયલ મીડિયા પર સૌથી વધારે મોદી… મોદી.. પછી અમિત અમિત

સોશિયલ મીડિયા પર સૌથી વધારે મોદી… મોદી.. પછી અમિત અમિત

 | 4:59 pm IST

ભાજપને સતત વિજય પથ પર દોરી જનાર અમિત શાહનું પક્ષમાં જ કદ વધ્યું નથી પરંતુ સોશિયલ મીડિયા પર પણ ખુબ શક્તિશાળી અને લોકપ્રિય નેતા બન્યા છે.

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી ભાજપના અધ્યક્ષ અમિત શાહ બીજા સૌથી વધુ લોકપ્રિય નેતા બન્યા છે. અમિત શાહના ફોલોઅર્સની સંખ્યા મંગળવારે એક કરોડને પાર કરી ગઈ છે. વડાપ્રધાન મોદીના પાંચ કરોડ જેટલા ફોલોઅર્સ છે. મોદી અગાઉથી જ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે.

નવેસરના આંકડા પ્રમાણે ફેસબુક અને ટ્વિટરની ગણતરી એકસાથે કરીએ તો વડાપ્રધાન મોદી પછી અમિત શાહના ફોલોઅર્સની સંખ્યા સૌથી વધારે છે. સોશિયલ મીડિયા પર અમિત શાહની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. અમિત શાહ સાથે ધરોબો ધરાવતી એક નાનકડી ટીમ સોશિયલ એકાઉન્ટ માટે સતત રિસર્ચ કરે છે અને તેમની પાસેથી મળેલા ઈનપુટને આધાર તેઓ ટ્વિટ કરે છે.

અમિત શાહની સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા

અમિત શાહના ટવિટર ફોલોઅર્સ- 10,029, 287
ફેસબુક પેજ લાઈક- 11,766,371
ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યાઃ 6,76,548