Amit Shah Jadavpur Rally helicopter Landing Permission Cancelled
  • Home
  • Election 2019
  • મમતાનો ઇંચ-ઇંચ બદલો? અમિત શાહ આજે બંગાળ પહોંચે તે પહેલાં જ….

મમતાનો ઇંચ-ઇંચ બદલો? અમિત શાહ આજે બંગાળ પહોંચે તે પહેલાં જ….

 | 10:20 am IST

છઠ્ઠા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ પણ પશ્ચિમ બંગાળનું રાજકીય ઘમાસણ ચરમ પર છે. હવે એક વખત ફરીથી અહીં હેલિકોપ્ટર લેન્ડિંગ અને રેલીની મંજૂરી ના મળતા મુદ્દો ગરમાવ્યો છે. પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કાનું મતદાન 19મીમેના રોજ થવાનું છે. તેના માટે જાધવપુરમાં અમિત શાહની રેલી સોમવારે બપોરે 12.30 વાગ્યે થવાની હતી. પરંતુ રેલીના થોડાંક કલાકો પહેલાં જ મંજૂરી રદ કર્યાનું ભાજપના સૂત્રોએ જણાવ્યું. સાથો સાથ તેમના હેલિકોપ્ટર લેન્ડિંગની અપીલને પણ રદ કરી દેવાઇ છે. હવે ભાજપ ચૂંટણી પંચને ફરિયાદ કરશે.

આપને જણાવી દઇએ કે તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્રહારોનો જવાબ આપતા તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે હું ઇંચ-ઇંચનો બદલો લઇશ. તમે મને અને બંગાળને બદનામ કર્યું છે.

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રોડ શો કરવાની મંજૂરી નથી આપી. ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ, શાહને હેલિકોપ્ટર ઉતારવાની મંજૂરી આપવાનો પણ ઈન્કાર કરી દીધો છે. ભાજપ અધ્યક્ષને જાધવપુરમાં રોડ શો કરવો હતો. આ પહેલાં પણ લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાન માટે ભાજપને રથયાત્રા માટે પણ મંજૂરી આપી ન હતી. જેને લઈને બંને પાર્ટી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. મુખ્યમંત્રી મમતાએ રવિવારે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરની પણ તપાસ થવી જોઈએ.

મમતા બેનર્જી સરકારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને ઉતારવાની પણ પરવાનગી આપી ન હતી. જે બાદ યોગી રોડ માર્ગે સભા કરવા બંગાળ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન