Amit Shah likely to be finance minister In Modi Cabinet 2.0
  • Home
  • Election 2019
  • આર્થિક મોરચે ફસાયેલી સરકારને સંજીવની આપશે ‘મોદીના હનુમાન’

આર્થિક મોરચે ફસાયેલી સરકારને સંજીવની આપશે ‘મોદીના હનુમાન’

 | 6:40 pm IST

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં અમિત શાહને વિત્ત મંત્રાલય મળી શકે છે. ગત કાર્યકાળમાં વિત્ત મંત્રાલય જ એક એવું મંત્રાલય હતું કે, જેમાં ઘણાંય મોટા નિર્ણયો લેવાયા હતા, અને નિર્ણયોને લઈને સરકારની ટીકાઓ પણ થઈ હતી. તેવામાં પીએમ મોદીનો પ્રયાસ રહેશે કે, આ વખતે વિત્ત મંત્રાલયની જવાબદારી એવા હાથોમાં આપવામાં આવે, કે જે સૌથી વિશ્વાસુ હોય, જેના વિચાર પીએમ મોદીના વિચારથી મળતાં હોય. હવે જો અમિત શાહ વિત્ત મંત્રી બને છે, તો પછી પીએમ મોદીની વિત્તીય રણનીતિને એ દિશા મળસે કે મોદી આપવા માગે છે.

2014માં નરેન્દ્ર મોદીની સરકારમાં વિત્ત મંત્રાલય અરુણ જેટલીને મળ્યું હતું. પણ હાલ અરુણ જેટલી બીમાર છે, તેવામાં પીએમ મોદીને હવે એવો ચહેરો પસંદ કરવાનો છે, કે જે વિત્ત મંત્રાલયને સાચી દિશામાં લઈ જઈ શકે. કેમ કે, ગત વખતે સરકારે નોટબંધી અને જીએસટી જેવા મોટા નિર્ણય લીધા હતા. પણ આ નિર્ણયને લઈ સરકારની ખૂબ ટીકા થઈ હતી.

પીએમ મોદીના હનુમાનને વિત્ત મંત્રાલય

વિત્ત મંત્રાલયમાં દરેક યોજનાઓને લઈ ફંડ નિર્ધારિત કરવામાં આવે છે. ગત વખતે મોદી સરકારમાં બેરોજગારી, ખેડૂતોની સમસ્યા, વેપારમાં અડચણ જેવી સમસ્યાઓ હતી. અને આ તમામ સમસ્યાઓનો ઉપાય સીધો વિત્ત મંત્રાલય પાસે છે. તેવામાં પીએમ મોદી પોતાના સૌથી નિકટના અમિત શાહના હાથમાં વિત્ત મંત્રાલય આપી આ તમામ સમસ્યાઓને સોંપી દીધી છે. એટલે કે જે મોરચાઓ પર સરકારની સાથે પીએમ મોદીની ટીકા થઈ છે, તેનાથી આગામી સરકારને બચાવવા માટે અમિત શાહ રણનીતિ તૈયાર કરશે.

હારેલી બાજીને કેમ જીતવી તે જાણે છે અમિત શાહ

અમિત શાહ વિશે કહેવાય છે કે, તે હારેલી બાજીને પણ જીતમાં બદલી દે છે, અને જીતને એવી ઐતિહાસિક જીતમાં ફેરવી દે છે. બીજેપીની લોકસભામાં બીજી વખત શાનદાર જીત થઈ કે, વિરોધીઓને પણ સમજ નથી પડી રહી કે, થયું તો થયું કેવી રીતે? બીજેપી અધ્યક્ષ જે મિશનમાં લાગ્યા તે મિશનને મુમકીન બનાવી દીધું હતું. અને એ જ કારણ છે કે, હવે કમળનું ફૂલ દેશના દરેક રાજ્યમાં જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન