Amit Shah Meeting With Arvind Kejriwal About Corona In Delhi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • દિલ્હીમાં કોરોનાના કહેરને લઇ અમિત શાહ સખ્ત, કેજરીવાલને આપ્યા સ્પષ્ટ નિર્દેશ

દિલ્હીમાં કોરોનાના કહેરને લઇ અમિત શાહ સખ્ત, કેજરીવાલને આપ્યા સ્પષ્ટ નિર્દેશ

 | 8:13 pm IST
  • Share

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીમાં કોરોના વાયરસ (Coronavirus In Delhi) સંક્રમણના કેસોમાં થયેલા ભયંકર વધારાને જોતા રવિવારના રાષ્ટ્રીય રાજધાનીમાં કોવિડ-19 (Covid-19)ની સ્થિતિ વિશે વિસ્તૃત માહિતી લીધી. અમિત શાહની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal), કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) સત્યેન્દ્ર જૈન અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો. બેઠક દરમિયાન જ દિલ્હી બીજેપીએ સીએમ કેજરીવાલ પર જોરદાર પ્રહાર કર્યા છે.

દિલ્હી બીજેપીએ સીએમ કેજરીવાલ પર કર્યા પ્રહાર

ગૃહમંત્રી અમિત શાહે સીએમ કેજરીવાલ સહિત તમામ અધિકારીઓની સાથે બેઠક કરી અને સ્થિતિ પર કેવી રીતે કાબૂ મેળવવો તે વિષય પર ચર્ચા કરી. દિલ્હી બીજેપીએ સીએમ કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું કે, ગૃહમંત્રી દિલ્હીની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેઓ વારંવાર કોરોનાથી બચવા માટે મીટિંગ્સ કરે છે, પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી આમ આદમીના ટેક્સના પૈસા એડવર્ટાઇઝ પર ખર્ચ કરી રહ્યા છે. પૂર્વ દિલ્હી સાંસદ ગૌતમ ગંભીરે પણ કેજરીવાલ સરકાર પર પ્રહાર કર્યો છે.

દિલ્હીમાં કોવિડ-19ના 3,235 નવા કેસ સામે આવ્યા

ગૃહમંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, ગૃહમંત્રીએ દિલ્હીમાં કોવિડ-19ના કેસોમાં વધારાના કારણે ઉત્તપન્ન સ્થિતિની સમીક્ષા અને તેને પહોંચી વળવાની રીતો પર ચર્ચા કરી. દિલ્હીમાં કોવિડ-19ના 3,235 નવા કેસ સામે આવ્યા છે જેનાથી રવિવારના અહીં સંક્રમિતોની સંખ્યા વધીને 4.85 લાખથી વધારે થઈ ગઈ છે, તો વધુ 95 દર્દીઓના સંક્રમણના કારણે મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 7,614 થઈ ગઈ છે. કેજરીવાલે છેલ્લા કેટલાક અઠવાડિયામાં કેસોમાં વધારા માટે પ્રદુષણને જવાબદાર ઠેરવ્યું હતુ.

દિલ્હીમાં કોરોનાનો ઉપચાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે

ભલ્લાની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં કહેવામાં આવ્યું હતુ કે, ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે સંક્રમિતોની શોધ કરવી અને ઉપચાર માટે વધારે પ્રયત્નો કરવામાં આવશે. બેઠકમાં આ વાત પર પણ ભાર આપવામાં આવ્યો હતો કે મેટ્રોની યાત્રાને એસઓપી અનુસાર સાવધાનીપૂર્વક નિયમિત કરવી જોઇએ. દિલ્હીમાં કોવિડ-19 કેસો અને ઉપચાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા વધી રહી છે, આ કારણે દિલ્હી વહીવટી તંત્ર સંક્રમિતોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની શોધ કરવા અને ઉપચાર પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.

આ વિડીયો પણ જુઓ: વેકેશનમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન