Amit Shah Opened Up About Koshyari's Letter To CM Uddhav Thackeray
  • Home
  • Featured
  • ઉદ્ધવ ઠાકરેને કોશ્યારીએ લખેલા પત્ર પર અમિત શાહે તોડ્યું મૌન, રાજ્યપાલને આપી ખાસ ‘સલાહ’

ઉદ્ધવ ઠાકરેને કોશ્યારીએ લખેલા પત્ર પર અમિત શાહે તોડ્યું મૌન, રાજ્યપાલને આપી ખાસ ‘સલાહ’

 | 5:48 pm IST

કેટલાક દિવસ પહેલા જ મહારાષ્ટ્રના ગવર્નર ભગત સિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari)એ કટાક્ષ કરતા મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ને એક પત્ર લખ્યો હતો. એ પત્રને લઇને રાજનીતિમાં ગરમાવો પણ આવ્યો હતો. આ પત્ર વિશે એક પ્રશ્ન પુછવામાં આવતા ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું કે, આવા શબ્દોથી બચી શકાતુ હતુ. તેમણે કહ્યું કે કોશ્યારી પોતાના શબ્દોની યોગ્ય રીતે પસંદગી કરી શકતા હતા.

શું લખ્યું હતુ રાજ્યપાલે?

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલ (Governor) ભગત સિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરે પર પોતાના પત્રમાં પ્રશ્ન ઉભા કરતા લખ્યું હતુ કે, “શું તેઓ સેક્યુલર (Secular) થઈ ગયા છે?” કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં આ પત્રને લઇને કહ્યું કે, કોશ્યારી પોતાના શબ્દોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતા હતા અને આ પ્રકારના શબ્દોની પસંદગી કરવાથી બચી શકતા હતા.”

કોશ્યારીએ ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો હતો. પત્રમાં લખ્યું હતુ કે કોરોના સંકટની વચ્ચે મહારાષ્ટ્રમાં મંદિરોને ફરી ખોલવાને લઇને રાજ્યપાલ કોશ્યારીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ‘હિંદુત્વના મજબૂત સમર્થક’ ગણાવતા એક કટાક્ષ કરતો પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યું હતુ કે, ‘એ જાણીને ઘણો જ ચકિત થઈ રહ્યું છું કે શું મુખ્યમંત્રીને પૂજા સ્થાનોને ફરીથી ખોલવાના પગલાને સ્થગિત કરવા માટે કોઈ દૈવિય આદેશ મળી રહ્યો છે, કે પછી તેઓ ખુદને ધર્મનિરપેક્ષ બનાવી ચુક્યા છે. એક શબ્દ જેનાથી તેઓ (ઉદ્ધવ ઠાકરે) નફરત કરતા હતા.’

ઉદ્ધવ ઠાકરેએ આપ્યો હતો જવાબ

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ કોશ્યારીના આ શબ્દો પર સખ્ત વાંધો ઉઠાવતા કોશ્યારીને એક દિવસ પછી જવાબ આપ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતુ કે તેમને કોઈની પાસેથી હિંદુત્વના પાઠ શીખવાની જરૂર નથી.

આ વિડીયો પણ જુઓ: જૂનાગઢના માણાવદરમાં વરસાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન