Amit Shah Spoke About Drug issue in NFSU
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ફોરેન્સિક સાયન્સ યુનિ.માં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારત નાર્કો ટેરરનો સામનો કરી રહ્યું છે

ફોરેન્સિક સાયન્સ યુનિ.માં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારત નાર્કો ટેરરનો સામનો કરી રહ્યું છે

 | 6:33 pm IST
  • Share

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની મુલાકાતે અમિત શાહ પહોંચ્યા હતા. અહીં NDPS લેબનું ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં 3 અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે નવી નીતિથી ફોરેન્સિક સાયન્સ યુનિ.ને ફાયદો મળશે. દરેક રાજ્યમાં યુનિવર્સિટી પોતાનું સેન્ટર ખોલશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ. શ્રેષ્ઠ યુનિવર્સિટી છે. સાયબર સિક્યોરિટી ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. નાર્કોટિક્સના સંદર્ભમાં અનેક બદલાવ કર્યા છે. દોઢ વર્ષમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયુ છે તેવું પણ અમિત શાહે જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે ભારત નાર્કો ટેરરનો સામનો કરી રહ્યું છે.

આ ઉપરાંત આ પ્રસંગે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ર નશામુક્ત બને તેના માટે આ સેંટર ઉભુ થયું તે ગોરવની વાત છે. કોઈ પણ ડ્રગ્સનું એનાલિસિસ થાય અને ક્યાંથી આવે છે તે જાણી શકાશે. ડ્રગ્સ માફિયાઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. ભારતના યુવાનો નશામુક્ત થાય તેને લાભ મળશે. ગુજરાતમાં દારુબંધીના કાયદા કડક બનાવ્યા છે. બુટલેગરોને દારુ વેચવો મુશ્કેલ બન્યો છે. ડ્રગ્સના સંદર્ભે પણ અઘોષિત યુધ્ધ જેવું છે. એને પણ નજરઅંદાજ ન કરવું જોઈએ.

સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે સન ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. સન ફાઉન્ડેશનના આ પ્રયત્નોથી ગુજરાતમાં કોરોના સામેની લડતને વધુ વેગ મળશે અને આ વિસ્તારની જનતાને લાંબા સમય સુધી ફાયદો થશે તેમ અમિત શાહે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન