BJPની ઓફિસમાંથી નીકળીને ચૂપચાપ કેન્ટીન પહોંચી ગયા અમિત શાહ, આખરે શું હતું કારણ? - Sandesh
  • Home
  • India
  • BJPની ઓફિસમાંથી નીકળીને ચૂપચાપ કેન્ટીન પહોંચી ગયા અમિત શાહ, આખરે શું હતું કારણ?

BJPની ઓફિસમાંથી નીકળીને ચૂપચાપ કેન્ટીન પહોંચી ગયા અમિત શાહ, આખરે શું હતું કારણ?

 | 3:54 pm IST

પાર્ટી અને કાર્યકર્તાઓ તેમજ અન્ય સંગઠનાત્મક મુદ્દાઓ પર હંમેશા સજાગ રહેનારા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે એકવાર ફરીથી એવું ઉદાહરણ રજૂ કર્યુ. જેનાથી બધા દંગ રહી ગયા હતા. હકીકતમાં, અમિત શાહ શનિવારે પાર્ટી મુખ્યાલયમાં કોઈને વગર જણાવ્યે અચાનક ઓફિસ કેન્ટીન તરફ ચાલી નીકળ્યા હતા. ત્યાં તેમણે કેન્ટીનનું નિરીક્ષણ કર્યું હતું. તેમના આ પગલાથી ભાજપ મુખ્યાલયમાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્ટાફેને તેમની પાછળ પાછળ ટીફિન લઈને દોડવું પડ્યું હતું.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે દરેક સામાન્ય દિવસની જેમ તેઓ પાર્ટી મુખ્યાલયમાં હાજર હતા. પરંતુ પોતાની રૂમમાંથી નીકળીને ચાલતા ચાલતા અચાનક તેઓ પોતાના કેન્ટીનના રસ્તે નીકળી પડ્યા હતા. આ દરમિયાન તેમની સાથે અન્ય સહયોગી અનિલ બલૂની અને સંજય માયુખ પણ હતા. ભાજપા અધ્યક્ષનું કેન્ટીન તરફ જવાથી તેમનો સ્ટાફ પણ ચોંકી ગયો હતો. તેમના અંગત સહાયકો આનનફાનનમાં તેમનું ટિફીન લઈને કેન્ટીન તરફ ભાગ્યા હતા.

વાત એમ છે કે, શાહ હંમેશા પોતાનું બપોરનું લંચ પોતાની ઓફિસમાં જ કરે છે. આ દરમિયાન અનૌપચારિક વાતચીત માટે બીજેપી અધ્યક્ષે લંચ પર પત્રકારોને પણ આમંત્રિત કર્યા હતા. જોકે, કહેવામાં આવી રહ્યું છે કે, તેમનો વાસ્તવિક હેતુ તો કેન્ટીનની અચાનક મુલાકાત કરવાનો હતો. જેથી કેન્ટીનની દેખરેખનું નિરીક્ષણ કરી શકાય અને તેને વધુ સારી બનાવી શકાય.

આ પહેલા અમિત શાહે ક્રિસમસના દિવસે ભાજપના મુખ્યાલય પહોંચીને મહાસચિવોની સાથે બેઠક કરી હતી. રજાનો દિવસ હોઈ 25 ડિસેમ્બરના રોજ કોંગ્રેસ સહિતના પ્રમુખ વિપક્ષી દળોએ ઓફિસ બંધ રાખી હતી. પરંતુ તેમણે પાર્ટીના મહાસચિવો સાથે બેઠક કરી હતી.