Corona: Home Minister Amit Shah Tested Corona Positive
  • Home
  • Corona
  • ગૃહમંત્રી અમિત શાહને થયો કોરોના, ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં ભરતી

ગૃહમંત્રી અમિત શાહને થયો કોરોના, ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં ભરતી

 | 4:52 pm IST

ભારતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે અને આ ખતરામાં અનેક નામી લોકો પણ સપડાયા છે. ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. દેશનાં ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ખુદ અમિત શાહે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે.

અમિત શાહે કર્યું ટ્વીટ

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, ‘કોરોનાના શરૂઆતનાં લક્ષણો દેખાવા પર મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે, પરંતુ ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં ભરતી થઈ રહ્યો છું. તમારામાંથી જે પણ છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાને આઇસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવરાવે.’

કોરોનાની શરૂઆતથી જ શાહ કરી રહ્યા મૉનિટરિંગ

તેમણે જણાવ્યું કે તેમની તબિયત ઠીક છે, પરંતુ ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે. તેમણે અનુરોધ કર્યો કરતા લખ્યું કે તેમના સંપર્કમાં જે લોકો આવ્યા હોય તે કૃપા કરીને આઇસોલેટ થાય અને તપાસ કરાવે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોવિડ-19 આઉટબ્રેકની શરૂઆતથી જ શાહ સતત મૉનિટરિંગમાં લાગ્યા હતા. રાજધાની દિલ્હીની સ્થિતને તેમણે પર્સનલી મૉનિટર કરી. તેઓ ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયનાં અધિકારીઓ સાથે સતત બેઠ કરીને કોવિડ-19ની સ્થિતિ પર અપડેટ લેતા હતા.

તિલકની 100મી પુણ્યતિથી પર આયોજિત કાર્યક્રમમાં ગયા હતા

લૉકડાઉન બાદ દેશમાં અનલૉક પ્રક્રિયાને લઇને ગાઇડલાઇન્સ તૈયાર કરાવવામાં પણ શાહની મહત્વની ભૂમિકા રહી છે. શાહ એક દિવસ પહેલા જ લોકમાન્ય બાલ ગંગાધર તિલકની 100મી પુણ્યતિથી પર આયોજિત કાર્યક્રમમાં સામેલ થયા હતા. ત્યાં તેમની સાથે સ્ટેજ પર અન્ય લોકો પણ હાજર હતા.

આ વિડીયો પણ જુઓ: ભાવનગરના ભાલ પંથકના ખેડૂતોનો વિરોધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન