Gujarat Bye-election: Amit Shah to address BJP leaders today at a video conference from Delhi
  • Home
  • Featured
  • ગુજરાતમાં ગમે તે ઘડીએ થઇ શકે છે પેટાચૂંટણીની જાહેરાત! આજે દિલ્હીથી અમિત શાહ કરશે આ કામ

ગુજરાતમાં ગમે તે ઘડીએ થઇ શકે છે પેટાચૂંટણીની જાહેરાત! આજે દિલ્હીથી અમિત શાહ કરશે આ કામ

 | 7:55 am IST

ગુજરાત વિધાનસભાની 7 બેઠકોની પેટાચૂંટણી ગમે ત્યારે જાહેર થાય તેમ છે. તે પહેલાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા શનિવારે સાંજે સંબોધન કરશે એવી જાહેરાત પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી છે.

આથી રાજ્યના તમામ સાંસદો, આગેવાનોને  કમલમ્માં હાજર રહેવા પ્રદેશ અધ્યક્ષે આદેશ કર્યો છે. ૨જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જંયતીના ઉપલક્ષ્યમાં ભાજપ દ્વારા દેશવ્યાપી યોજનારા કાર્યક્રમોની ચર્ચા વિચારણા માટે પ્રદેશ સંગઠનો, સાંસદો સાથે સંવાદ રચવા અમિત શાહ દિલ્હીથી વીડિયો કન્ફરન્સ યોજશે. 

અલગ અલગ રાજ્યોમાં મતદાનના દિવસ સુધી અને ત્યારબાદ પણ ૧૫૦મી ગાંધી જંયતિ માટે સંગઠન સ્તરે કેવા કાર્યક્રમ દ્વારા નાગરિકો, મતદારો સુધી પહોંચી શકાય તેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ શનિવારે શ્રી કમલમ ખાતે કાર્યકરો  મિલન કાર્યક્રમની પણ જાહેરાત કરી છે.

આથી, દિવસભર ચૂંટણીલક્ષી  બેઠકો, અમિત શાહનું સંબોધન અને છેલ્લે પ્રદેશ કોર કમિટીની  બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન