અ’વાદીઓને મસમોટી ભેટ, કલાકો નહીં ઉભુ રહેવું પડે ટ્રાફિકમાં, શાહના હસ્તે ઓવરબ્રિજનું લોકાર્પણ

સરખેજ-ગાંધીનગર હાઇવે પર પસાર થતા સમયે પકવાન ચાર રસ્તા પર અનેકગણો ટ્રાફિક હોય છે. અત્યારે સૌથી વ્યક્ત ગણાતા જજીસ બંગલો રોડ અને સીંધુ ભવન રોડના ટ્રાફિકને કારણે સૌથી વધારે સમય અહીનાં ટ્રાફિક પોઇન્ટ પર રાહ જોવી પડતી હતી.જોકે, હવે વાહન ચાલકો માટે આ ઓવરબ્રિજના લોકાર્પણ થતા રાહત થશે.
આજે અમિત શાહ પકવાન ચારરસ્તા પર બનેલા બ્રિજનું ઈ-લોકાર્પણ કર્યું. સાથે જ સરખેજ ચોકડી પર બનેલા ઓવરબ્રિજનું પણ અમિત શાહ ઈ-લોકાર્પણ કર્યું. નવા અમદાવાદ શહેરથી ગાંધીનગર જતા લોકો માટે પણ મોટી રાહત થશે. આ લોકોર્પણમાં DYCM નીતિન પટેલ અને સીએમ રૂપાણી પણ જોડાયા હતા.
હવે ઈસ્કોન ઓવરબ્રિજથી સીધા જ સોલા ઓવરબ્રિજ સુધી સરળતાથી પહોંચી શકાશે. એસ.જી.હાઈવે પર સૌથી મોટા બે ટ્રાફિક પોઈંટને ઓવરપાસ કરી શકાશે. સરખેજથી ચિલોડા સુધી ઓવરબ્રિજ પ્રોજેક્ટના ભાગરૂપે પહેલું મોટું કામ પૂર્ણ થયું છે. સરખેજથી વૈષ્ણોદેવી સર્કલ સુધી બની રહેલા 6 ઓવરબ્રિજમાંથી બેનું લોકાર્પણ કરવામાં આવ્યું. જેથી સૌરાષ્ટ્રમાંથી આવતા સરખેજ થઈને ગાંધીનગર જવા માગતા લોકોને પણ મોટી રાહત થશે. એટલું જ નહીં પણ જાહેર વાહનવ્યવહાર સેવાને પણ આ બે ઓવરબ્રિજના લોકાર્પણથી સમયની બચત થશે. અમદાવાદના સૌથી વધુ વાહન લોડ ધરાવતા એસ.જી.હાઈવેનું ટ્રાફિક ભારણ ઓછું થશે
સરખેજ ચોકડી પર ઓવરબ્રિજ 36 કરોડના ખર્ચે બન્યો છે જ્યારે પકવાન ચાર રસ્તા પર 35 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બન્યો છે. 2016માં 867 કરોડના ખર્ચે એસ.જી.હાઈવે પર 6 બ્રિજ બનાવવાના કામો મંજૂર થયા હતા. આ ઓવરબ્રિજ માર્ગ અને મકાન વિભાગના બજેટમાંથી બની રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન