Amit Shah will perform 'major surgery' for the cabinet, 9 senior ministers will be housed at home,
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મંત્રીમંડળ માટે અમિત શાહ ‘મેજર સર્જરી’ કરશે, 9 સિનિયર મંત્રીઓને ઘરે બેસાડાશે, નવી પટેલ સરકારમાં યુવા, OBC વધશે

મંત્રીમંડળ માટે અમિત શાહ ‘મેજર સર્જરી’ કરશે, 9 સિનિયર મંત્રીઓને ઘરે બેસાડાશે, નવી પટેલ સરકારમાં યુવા, OBC વધશે

 | 8:45 am IST
  • Share

રાજ્યકક્ષામાંથી મંત્રી પ્રદીપસિંહ જાડેજાને કેબિનેટમાં પ્રમોશન સાથે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને નવી સરકારમાં મંત્રીપદ સોંપવાની લાંબા સમયથી ચાલતી અટકળો આગામી એકાદ સપ્તાહમા સાચી ઠરે તો નવાઈ નહી. ઉપરાંત પૂર્વ મંત્રી આત્મારામ પરમારની ફરીથી એન્ટ્રી મળશે.

એક ડઝન જેટલા યુવા અને બે- ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોને નવી સરકારમાં તક આપવા અમિત શાહની હાજરીમાં સોમવારની રાતે નિર્ણય થઈ જશે. જો કે, મંત્રીમંડળની રચનાના સમય સંદર્ભે હજી સુધી કોઈ જ ફોડ પાડવામાં આવ્યોે નથી પરંતુ, મોડામાં મોડા બુધવાર સુધીમાં શપથવિધિ થશે એમ મનાય છે.

ગુજરાતમાં કોંગ્રેસની સ્વ. ચીમનભાઈ પટેલ સરકાર અને ભાજપની વિજય રૃપાણી સરકાર એમ બે અપવાદોને બાદ કરતા ક્યારેય નાયબ મુખ્યમંત્રી જેવી વ્યવસ્થા રહી નથી. ગુજરાત જેવા નાના રાજ્યમાં રાજકીય મજબૂરી સિવાય આવા પદો હોતા નથી, સત્તાના બે કેન્દ્રો હોતા નથી.

ઓગસ્ટ- ૨૦૧૬માં પાટીદાર અનામત આંદોલનને કારણે આનંદીબહેન પટેલ સરકારના રાજીનામા બાદ નવી વિજય રૃપાણી સરકારમાં ખાસ નીતિન પટેલના રાજકીય કદને સ્થાન આપવા ભાજપે પહેલીવાર નાયબ મુખ્યમંત્રીનું પદ ઊભું કર્યુ હતું. નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી જેવું કોઈ જ પદ રહેશે નહી એમ પ્રદેશ અધ્યક્ષ પાટિલ મીડિયા સમક્ષ સ્પષ્ટ કરી ચૂક્યા છે. આથી, ગુજરાતમાં હવે સરકારમાં દેખીતી રીતે સત્તાનું એક જ કેન્દ્ર મુખ્યમંત્રી કાર્યાલય- ઝ્રસ્ર્ં રહેશે.

નવી પટેલ સરકારમાં ‘પાટીદાર’ મંત્રીઓ ઘટશે, યુવા,OBC વધશે

રાજભવનમાં સોમવારે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતા માટે સોગંદ લેશે. જો કે, તેમની સાથે એક પણ ધારાસભ્યને મંત્રી તરીકે શપથ લેવડાવામાં આવશે નહી. ભાજપે તાજેતરમાં કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકારની ઊથલપાથલમાં પણ આવો જ શિરસ્તો અપનાવ્યો હતો. બે- ત્રણ દિવસ પછી મંત્રીમંડળની રચના કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી સોમવારે ગાંધીનગર આવી રહ્યા છે.

રાજભવનમાં શપથવિધિ બાદ અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રી મંડળની ડિઝાઈન પાડશે. જેમાં રૃપાણી સરકારના મંત્રી મંડળમાં મેજર સર્જરી થશે અને નવથી વધુ સિનિયરોને પડતા મુકાય તેવંુ ચિત્ર આકાર લઈ રહ્યું છે.

રૃપાણી સરકારમાં કોંગ્રેસમાંથી આવેલા પેરાશૂટ મંત્રીઓ સહિત ૨૭ની મર્યાદા સામે ૨૩ મંત્રીઓ હતા. જેમાં એક જૈન, ૭ પાટીદાર, ૭ ઓબીસી, ૪ ક્ષત્રિય, ૨ જી્ અને ૧ જી્ અને ૧  બ્રાહ્મણ હતા. ડિસેમ્બર- ૨૦૨૨માં ૧૫મી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ઉતરતા પૂર્વે ૧૪- ૧૫ મહિના માટે ભાજપ હાઈકમાન્ડે ગુજરાતને ‘પાટીદાર’ ચહેરા તરીકે શિખાઉ મુખ્યમંત્રી આપ્યા છે.

આથી, નવી સરકારમાં રૃપાણી સરકાર કરતા પાટીદાર મંત્રીઓની સંખ્યા ઘટશે એ નિવૃત મનાય છે. જેની સામે અન્ય પછાત વર્ગ- ર્ંમ્ઝ્ર અને યુવાન મંત્રીઓનું કદ ઊંચું કરીને ચૂંટણીમાં ઉતરવાનો વ્યૂહ ભાજપમાં ઘડાઈ રહ્યાનું ગણિત મુકાઈ રહ્યું છે. ભાજપમાં ચાલતી અટકળો મુજબ મુખ્યમંત્રી પોતે અમદાવાદના હોવાથી અમદાવાદથી પ્રતિનિધિત્વ કરતા ત્રણ સિનિયરો પૈકી બે મંત્રીઓને પડતા મુકાય તો નવાઈ નહી.

તદ્ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી કુમાર કાનાણી જેવા નોન-પરફોર્મર, વાસણ આહિર જેવા વિવાદાસ્પદ મંત્રીઓને પણ રૃખસદ આપવાથી લઈને કોંગ્રેસમાંથી આવેલા ત્રણ પૈકી બે પેરાશૂટોને ઘરભેગા મોકલવાની ચર્ચાઓ જોરશોરથી ઊઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન