Amit Shah will worship Kuldevi Bahuchar Mata in Vijay Muhurat
  • Home
  • Featured
  • અમિત શાહ વિજય મુહૂર્તમાં કુળદેવી બહુચર માતાની પૂજા અર્ચના કરશે

અમિત શાહ વિજય મુહૂર્તમાં કુળદેવી બહુચર માતાની પૂજા અર્ચના કરશે

 | 10:37 am IST
  • Share

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૈતૃક ગામ માણસામાં

  • સહ પરિવાર એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે

  • શાહ કુળદેવી બહુચર માતાના નવા મંદિર પરિસરના ગોખમાં સ્થાપન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ સહ પરિવાર એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. શાહ કુળદેવી બહુચર માતાના નવા મંદિર પરિસરના ગોખમાં સ્થાપન કરશે. આજના દિવસે 12 વાગ્યેને 39 મિનિટે વિજય મુહૂર્તમાં કુળદેવી બહુચર માતાનું સ્થાપન અમિત શાહના હસ્તે કરવામાં આવશે.

ગઈ કાલથી ગૃહ મંત્રી અમિત શાહનો પરિવાર માણસામાં છે, જેને લઈને માણસામાં વિવિધ પ્રકારની પૂજા અર્ચના અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ મોડી રાત્રે ગરબાનું પણ આયોજન કરાયું હતું.

ગાંધીનગર જિલ્લાનું માણસા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પૈતૃક ગામ છે, વર્ષોથી શાહ પરિવાર તેમના કુળદેવી બહુચર માતાની સેવા કરતા આવ્યા છે.

અમિત શાહ અને તેમના પરિવારની કુળદેવી બહુચર માતા ઉપર ખુબ આસ્થા અને શ્રદ્ધા રહેલી છે, જેથી પ્રત્યેક નવરાત્રિના બીજા નોરતે તેઓ અચૂક કુળદેવીના દર્શન માટે માણસા આવે છે. શાહ પરિવાર વર્ષોથી કુળદેવીના પ્રત્યેક કાર્ય અને સેવામાં જોડાયેલા રહ્યા છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લગભગ છેલ્લા બે વર્ષથી નવા મંદિર અને મંદિર પરિસરની બાંધકામ કામગીરી તેમજ પૂર્ણતા સુધી મુલાકાત કરતા આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ તેમના પરિવારજનોની ખૂબ ઈચ્છા હતી કે તેમના કુળદેવી બહુચર માતાને નવા મંદિરના ગોખમાં સ્થાપિત કરવામાં આવે. કહેવાય છે કે વર્ષમાં એકવાર પોતાના કુળદેવી કે કુળદેવતાના દર્શન જરૂર કરવા જોઈએ, જે તમને પ્રત્યેક સંકટથી દુર રાખે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો