Amit Shah's letter ready for Gujarat's new cabinet, sworn in again in three days
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતના નવા મંત્રીમંડળ માટે અમિત શાહની ચિઠ્ઠી તૈયાર, ત્રણેક દિવસમાં ફરીથી શપથવિધિ, ધારાસભ્યોની પડાપડી

ગુજરાતના નવા મંત્રીમંડળ માટે અમિત શાહની ચિઠ્ઠી તૈયાર, ત્રણેક દિવસમાં ફરીથી શપથવિધિ, ધારાસભ્યોની પડાપડી

 | 6:39 am IST
  • Share

રાજભવનમાં સોમવારે નવા મુખ્યમંત્રીની શપથવિધી બાદ બપોરે સાડા ત્રણેક વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી અમદાવાદમાં થલતેજ સ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીમંડળની ચીઠ્ઠી તૈયાર કર્યાનું કહેવાય છે. આથી ગાંધીનગરમાં ત્રણેક દિવસમા ફરીથી રાજ્યપાલ દ્વારા મંત્રીઓની શપથવિધીનો કાર્યક્રમ યોજાશે.

અમિત શાહના દિલ્હી જતા પહેલા નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે સાતેક વાગ્યાની આસપાસ અમિત શાહના નિવાસસ્થાને આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ મોડી રાતે ૯-૩૦ કલાકે એરપોર્ટ જવા નિકળ્યા હતા. જો કે, તેમણે રસ્તામાં અચાનક જ શાહિબાગ ર્સિકટ હાઉસમાં રોકાણ કર્યુ હતુ. જ્યાં તેમણે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિત રાષ્ટ્રીય નેતા સાથે બંધબારણે બેઠક કરી છે. જેમાં રૃપાણી સરકારમાંથી પડતા મુકવામાં આવનારા મંત્રીઓને સમજાવટથી લઈને નવી સરકારના મંત્રીઓ સંદર્ભે સુચનાઓ આપ્યાનુ જાણવા મળ્યુ છે. અહીં એ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે, રાજભવનમાં નવા મુખ્યમંત્રીની શપથવિધી પૂર્ણ થયા બાદ મંત્રીપદની ખેવના ધરાવતા અનેક ધારાસભ્યો અમિત શાહની નજરમાં આવવા પડાપડી કરી હતી. એટલુ જ નહી, સ્ટેજ ઉપરથી નીચે ઉતરતી વખતે ઘણાખરા ધારાસભ્યો શાહનું અભિવાદન કરવા હાથ જોડતા ધસી પડયા હતા.

અમદાવાદ । વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકેના પાંચ વર્ષના સમય ગાળામાં વિજય રૃપાણીએ અનેક પ્રજાલક્ષી નિર્ણયો કર્યા હતા, તેમણે સમાજના તમામ વર્ગો માટે અથાક મહેનત કરી હતી, મને વિશ્વાસ છે કે, આગામી સમયમાં તેઓ જાહેર જીવનમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે. અન્ય એક ટ્વિટમાં વડાપ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ભૂપેન્દ્ર પટેલને અભિનંદન આપ્યા હતા.

અમિત શાહે ટ્વિટ કરી નવા CMને અભિનંદન આપ્યા

અમદાવાદ । કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરી ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન આપ્યા હતા, અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે, મને વિશ્વાસ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ તમે રાજ્યના ગરીબો, ખેડૂતો અને વંચિત વર્ગના કલ્યાણ માટે સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કામ કરી ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જશો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ટ્વિટર ફોલોઅર્સ બે જ દિવસમાં ૧૬થી ૭૭ હજાર થયા

અમદાવાદ । ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે રવિવારે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરાઈ હતી, એ વખતે ટ્વિટર ઉપર તેમના ફોલોઅર્સની સંખ્યા ૧૬ હજાર આસપાસ હતી, જે રવિવારે મોડી સાંજ સુધીમાં ૪૦ હજાર પહોંચી ગઈ હતી, ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે રાજ ભવન ખાતે મુખ્યમંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા, આ સાથે જ તેમણે ટ્વિટર ઉપર ઘાટલોડિયા એમ.એલ.એ.ને બદલે ‘ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત’ લખ્યું હતું. સોમવાર સાંજ સુધીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ઉપર તેમના ફોલોઅર્સની સંખ્યા ૭૭ હજાર સુધી પહોંચી ગઈ હતી. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનતાં જ એકાએક ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ છે.

રાજ્યપાલ આનંદીબહેન પટેલ શનિવારે ગુજરાત આવશે ।

ગાંધીનગર । ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ ૧૮ સપ્ટેમ્બરને શનિવારે લખનૌથી અમદાવાદ આવી રહ્યા છે. અગાઉ મંગળવાર સવારથી ગુજરાત મુલકાતની માહિતી બહાર આવી હતી. જો કે, મોડી રાતે તેમાં ફેરફાર કરીને ચાર દિવસ પછીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ ઘડાઈ રહ્યાનું તેમના નિકટવર્તી સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ.

સર્કિટ હાઉસમાં અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચે બંધબારણે બેઠક

ગૃહમંત્રી અમિત શાહ સોમવારે સવારે એરપોર્ટથી ગાંધીનગર સ્થિત રાજભવન જતા અને આવતા ર્સિકટ હાઉસમાં રોકાણ કર્યુ હતુ. જ્યાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, નિરિક્ષક નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ રોકાયા હતા. રાજભવન નજીકના ર્સિકટ હાઉસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ મંત્રી અમિત શાહ વચ્ચે મુલાકાત પણ થઈ હતી. ભાજપના વર્તુળોમાં આ મુલાકાત બાદ નીતિન પટેલને નવી સરકારમાં નંબર ટુની જગ્યા આપવા ઓફર કર્યાની અટકળો વહેતી થઈ હતી.

રૃપાણી સરકારમાંથી ૧૨ મંત્રી પડતા મૂકી, ૧૪ નવા લેવાય તેવી અટકળો

નવી સરકારમાં મંત્રીમંડળ માટે અમિત શાહે પાડેલી ડિઝાઈન કેવી છે તે તો ચીઠ્ઠી ખુલે પછી જાહેર થશે. પરંતુ, ૧૪-૧૫ મહિના પછી ચૂંટણીમાં ઉતરતા પહેલા એન્ટિઈન્કમ્બ્સીને તોડવા દરેક ક્ષેત્ર, જાતિ, સમુહને ધ્યાને રાખીને મંત્રીમંડળ રચાશે એ નક્કી છે. જેના કારણે રૃપાણીની સરકારના ૧૨ મંત્રીઓને પડતા મૂકી, ૧૪ નવા મંત્રીઓ લેવાય તેવી અટકળો વહેતી થઈ છે.

૧૨ મંત્રીઓને પડતા મુકાશે ?

કૌશિક પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઈશ્વર પરમાર, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, વાસણ આહિર, રમણલાલ પાટકર, કિશોર કાનાણી, વિભાવરી દવે, યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા,

નવા ૧૪ માટે સંભવિત નામો

ડો.નિમાબહેન આચાર્ય (અંજાર), કિર્તીસિંહ વાઘેલા (કાંકરેજ), રૃષિકેશ પટેલ (વિસનગર), રાકેશ શાહ (એલિસબ્રીજ), ગોવિંદ પટેલ (રાજકોટ), પંકજ દેસાઈ (નડીયાદ), આત્મરામ પરમાર (ગઢડા), કુબેર ડિંડોર (સંતરામપુર), કેતન પરમાર (સાવલી), મનીષા વકીલ (વડોદરા), દુષ્યંત પટેલ (ભરૃચ), હર્ષ સંઘવી (મજૂરા), મોહન ઢોડિયા (મહુવા), પિયુષ દેસાઈ (નવસારી)

ર્સ્વિણમ સંકૂલમાં સન્નાટો, રૂપાણીના મંત્રીઓથી સરકારી કાર હજી ન છૂટી

સોમવારે ર્સ્વિણમ સંકૂલ સહિતના સચિવાલય કેમ્પસમાં સન્નાટો વ્યાપ્યો હતો. અચાનક રાજીનામાથી મંત્રીમંડળનું પણ અસ્તિત્વ સમાપ્ત થતા અનેક મંત્રીઓને ત્યાંથી સેંકડો ફાઈલો જૂની તારીખમાં સહી અને નોંધ સાથે વહિવટી પ્રક્રિયાને આગળ ધકેલવામાં આવી હતી. સોમવારે નવા મુખ્યમંત્રી ચાર્જ સંભાળે તે પહેલા ર્સ્વિણમ સંકૂલમાં મંત્રીઓની ચેમ્બરોમાંથી જેટ વિમાનની ગતિએ ફાઈલો ડિસ્પેચ થતી જોવા મળી હતી. અધિકાંશ મંત્રીઓએ ફરીથી નવી સરકારમાં મંત્રીપદ મળવાની આશાએ હજી સુધી સરકારી મોટકાર, કોન્વોય છોડયો નથી.

CMનો ચાર્જ સંભાળી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્રમાં વરસાદ મુદ્દે બેઠક યોજી

ગાંધીનગર । શપથવિધી બાદ તુરંત જ ભુપેન્દ્ર પટેલે ર્સ્વિણમ સંકુલ- ૧ના ત્રીજા માળે પહોંચીને મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. જ્યાં તેમણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી સર્જાયેલી તારાજી સામે રાહત અને બચાવના કામોની સમિક્ષા કરી હતી. રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર, ઝ્રસ્ર્ંના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાસનાથન, છઝ્રજી એ.કે.રાકેશ, એમ.કે.દાસ, રાહત કમિશનર આદ્રા અગ્રવાલ સાથે બેઠક યોજી હતી. એટલુ જ નહી, જામનગર કલેક્ટરને ફોન કરીને પાણીમાં ફસાયેલા નાગરીકોને ગ્દડ્ઢઇહ્લની મદદથી સ્થળાંતર કરવાની સુચનાઓ આપી હતી. તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ વાત કરીને ગુજરાતમાં ગ્દડ્ઢઇહ્લની વધારાની ટીમ મોકલવા પરામર્શ કર્યો હતો. ગૃહમંત્રીએ ભટીંડાથી ત્રણ ટીમ રાજકોટમાં, ૨ ટીમ જામનગરથી મોકલી આપવા સુચના આપ્યાનું જાણવા મળ્યુ છે.

મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ નવા જૂના સચિવાલયથી લઈને ગાંધીનગર અમદાવાદ સ્થિત સરકારી કચેરીઓમાં કાર્યરત સિનિયર ૈંછજી સહિતના સેક્રેટરીઓ, કમિશનરો હાથમાં ગુલદસ્તો પકડી ઝ્રસ્ર્ંમાં ઉમેટી પડયા હતા. જાતે જ પોતાની ઓળખાણ આપતા જોવા મળ્યા હતા.

નીતિન પટેલની સજળ નયને કહ્યું નારાજ નથી, જે કામ સોંપશે તે કરીશ

અમદાવાદ । ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કરે તે પહેલાં ભૂપેન્દ્ર પટેલ સોમવારે સવારે નીતિન પટેલના ઘરે પહોંચ્યા હતા, આ બંને નેતાઓ વચ્ચે ૧૫ મિનિટ જેટલો સમય ગુફતેગો થઈ હતી, એ પછી નીતિન પટેલ મીડિયાને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેઓ લાગણીશીલ થઈ ગયા હતા અને તેમની આંખમાંથી આંસુ છલકાયા હતા, નીતિન પટેલે જણાવ્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ મારા મિત્ર છે, મારે સામાજિક અને પારિવારિક સંબંધો છે, એ નિસબતે એ મળવા આવ્યા હતા, મેં તેમને અભિનંદન આપ્યા છે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, મને કોઈ દુઃખ નથી, અમે પણ અનેકને ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટરની ટિકિટ આપી નથી, બધાને બધું મળી ન શકે, પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે, હું નારાજ નથી. મારા ભાગે જે કામ કરવાનું આવશે તે કામ કરીશ. કોઈ પણ રાજકીય નેતા હોય તેનું સ્થાન પ્રજાના હૃદયમાં હોય છે. પ્રજાના હૃદયમાં સ્થાન જાળવવું સૌથી મહત્ત્વનું છે, કામ કરીને લોકોનો પ્રેમ જીતી વ્યક્તિ મોટો થઈ શકે છે, કોઈને દૂર રાખી નેતા મોટો ના થઈ શકે. બીજી તરફ શપથ ગ્રહણ કરે તે પહેલાં ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃપાણીને મળવા માટે પણ ગયા હતા, જ્યાં બંને નેતાઓ વચ્ચે વાર્તાલાપ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન