amitab bachchan paid load of 2100 farmers of bihar
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભ બચ્ચનેે 2100 ખેડૂતોનું દેવુ ચુકવ્યું, લોકોએ કહ્યું ‘બીગ બી પર વારી જાવાં’

અમિતાભ બચ્ચનેે 2100 ખેડૂતોનું દેવુ ચુકવ્યું, લોકોએ કહ્યું ‘બીગ બી પર વારી જાવાં’

 | 5:25 pm IST

બોલિવૂડનાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ફરીવાર લોકોનાં દિલ જીતી લીધા. બીગ બીએ બિહારનાં લોકોને રાહત આપી છે અને 2100 ખેડૂતોની લોન ચૂકવી દીધી છે. આ વાતની જાણકારી ખુદ અમિતાભ બચ્ચને પોતાનાં બ્લોગમાં આપી છે. અમિતાભે તેનાં બ્લોગમાં લખ્યું છે કે, એક બીજો વાદો પુરો થયો છે.

બિહારમાં જે લોકોની લોન ચૂકવવાની બાકી હતી એવા 2100 લોકોને પસંદ કરવામાં આવ્યાં અને વન ટાઈમ સેટલમેન્ટથી એમની લોનની ચૂકવણી કરવામાં આવી છે. એમાંથી કેટલાક લોકોને જનક પર બોલાવવામા આવ્યાં અને અભિષેકનાં હાથે લોનનાં પૈસા આપવામાં આવ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અમિતાભ ખેડૂતોની મદદ કરી ચૂક્યાં છે. પાછલા વર્ષે પણ તેમણે ઉતર પ્રદેશનાં એક હજાર ખેડૂતોની લોન ચૂકવી હતી. એ પહેલા મહારાષ્ટ્રનાં 350 ખેડૂતોનો કર્જ ચૂકવવામાં મદદ કરી હતી. આ સાથે તેમણે પોતાનાં બ્લોગમાં શહીદોને કરેલી મદદનો પણ ઉલ્લેખ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન