Amitabh and Abhishek Bachchan COVID-19 Positive BMC Officials Reach Jalsa Sanitisation
  • Home
  • Featured
  • અમિતાભ બચ્ચનના બંગલાની બહાર હલચલ, સેનેટાઇઝ કરવા પહોંચી ટીમ – Pics આવ્યા સામે

અમિતાભ બચ્ચનના બંગલાની બહાર હલચલ, સેનેટાઇઝ કરવા પહોંચી ટીમ – Pics આવ્યા સામે

 | 10:56 am IST

બોલિવૂ઼ડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના પોઝિટિલ આવ્યા બાદ બંગલો સેનેટાઇઝ કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર બન્નેને કોરોના પોઝિટિવ આવવા પર સોશિયલ મીડિયા પર જાણકાકી આપી હતી.તે સિવાય ખબર આવી રહી છે કે એશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનનો પણ કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો છે. બન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કહેવામાં આવી રહ્યું હતું કે પરિવારના બાકી સદસ્યો સહિત સ્ટાફના લોકોના પણ કોરોના ટેસ્ટ થશે. દરેકના રિપોર્ટ્સ હાલ આવવાના બાકી છે.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને તાવ આવવાની ફરિયાદ હતી એવામાં બન્નેએ એન્ટીજેન બોડી ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમા રિપોર્ટ્સ કોરોના પોઝિટિવ આવ્યો. હવે બન્નેનો વધુ એક ટેસ્ટ કરવામાં આવશે. જેથી આખી બોડી ડિટેલ્સ અંગે માલૂમ પડે. હાલ બન્ને નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન