Amitabh And Abhishek Bachchan In Fifa World Cup Semi Final
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • ચેન્નાઈ FCના માલિકે પિતા સાથે માણી FIFA-2018ની સેમિફાઈનલ

ચેન્નાઈ FCના માલિકે પિતા સાથે માણી FIFA-2018ની સેમિફાઈનલ

 | 2:05 pm IST

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન મંગળવારે પોતાના પુત્ર અભિષેક બચ્ચન સાથે ફીફા વર્લ્ડ કપની સેમીફાઈનલની મજા માણવા માટે પહોંચ્યા હતા. રશિયાના સેન્ટ પીટર્સબર્ગ સ્ટેડિયમમાં રમાયેલ સેમીફાઈનલમાં ફ્રાન્સ અને બેલ્જિયમ વચ્ચે રોમાંચક મેચમાં ફ્રાન્સની જીત થઈ છે. અભિષેકે સોશ્યિલ મીડિયા પર એક ફોટો શેર કરતાં ફ્રાન્સને જીતની શુભેચ્છા પાઠવી છે. આ ફોટોમાં અભિષેક અને અમિતાભ સાથે જોવા મળી રહ્યા છે.

#FraBel #worldcupsemifinals.

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેક અને અમિતાભને સ્પોટર્સમાં ઘણો રસ છે. અભિષેકે પ્રો કબડ્ડીમાં જયપુર પિન્ક પેન્થર અને ફૂટબોલમાં ચેન્નાઈ FCના કો-ઓનર છે. પિંક પેન્થરે 2014માં પ્રો કબડ્ડીમાં વિજેતા થયું છે, જ્યારે ISLમાં 2015 અને 2018માં ચેમ્પિયન થયું છે. અમિતાભ પણ ક્રિકેટના માટે ઘણાં ઉત્સાહી છે તેઓ સ્ટેડિયમ પર ભારતીય ટીમને સ્પોર્ટ કરવા માટે અવરનવર જોવા મળતાં રહે છે.

#FraBel #worldcupsemifinals Congratulations France! @amitabhbachchan

A post shared by Abhishek Bachchan (@bachchan) on

એટલું જ નહીં અમિતાભ પોતાના સોશ્યિલ મીડિયા પર પોતાના અનુભવોને શેર કરતાં રહેતાં હોય છે. તેમજ હાલમાં ફીફા વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલ સંબંધિત પાંચ ખાસ પોઈન્ટ પર ટ્વિટર પર તેમને શેર કર્યા હતા.