Amitabh and Aishwarya papped leave for Ritu Nanda's last rites
  • Home
  • Featured
  • રિતુ નંદાના અંતિમ સંસ્કાર માટે બચ્ચન પરિવાર રવાના, એરપોર્ટથી PHOTOS વાયરલ થયાં

રિતુ નંદાના અંતિમ સંસ્કાર માટે બચ્ચન પરિવાર રવાના, એરપોર્ટથી PHOTOS વાયરલ થયાં

 | 2:17 pm IST

રિતુ નંદા લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહી હતી અને તે 71 વર્ષની હતી. અંતે 14 જાન્યુઆરીએ તેનું નિધન થયું છે અને બોલિવૂડમાં શોકનુ મોજુ ફરી વળ્યું. હવે અમિતાભ બચ્ચન અને એશ્વર્યા રાય એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ત્યાંથી ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શ્વેતા બચ્ચનના સસરા એટલે કે રિતુ નંદાના પતિ રાજન નંદાનું ઓગસ્ટ 2018માં અવસાન થયું હતું. અમિતાભ બચ્ચનની વેવાણ અને ક્ષષિ કપૂરની બહેન રિતુ નંદાના નિધનથી કપૂર પરિવાર અને બચ્ચન પરિવારમાં ભારે દુ:ખનો માહોલ છે.

ઋષિ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂરે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ માહિતી આપી હતી. ફુઈનો ફોટો શેર કરતાં રિદ્ધિમાએ લખ્યું કે, આજ સુધી હું મારા જીવનમાં રિતુથી વધારે નમ્ર અને સભ્ય વ્યક્તિને નથી મળી. ફુઈ તમે હંમેશા યાદ આવશો RIP.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન