અમિતાભે ફ્રેન્ડશિપ ડેના દિવસે યાદ કર્યા ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાને - Sandesh
  • Home
  • Friendship Day
  • અમિતાભે ફ્રેન્ડશિપ ડેના દિવસે યાદ કર્યા ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાને

અમિતાભે ફ્રેન્ડશિપ ડેના દિવસે યાદ કર્યા ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાને

 | 2:17 pm IST
  • Share

અમિતાભ બચ્ચને ગઈ કાલે ફ્રેન્ડશિપ ડેના અવસરે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહાને વિશ કર્યું હતું તથા તેમની સાથેના પોતાના ફોટો પણ ટ્વિટર પર શૅર કર્યા હતા. અમિતાભ બચ્ચને એક એવો ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ ‘શોલે’ના એક દૃશ્યની ફોટોફ્રેમ જોઈ રહ્યા છે. આ ફોટો સાથે તેમણે લખ્યું કે ‘કુછ પલ યાદગાર હો જાતે હૈં… હમેશાં કે લિએ… હૅપી ફ્રેન્ડશિપ ડે.’ શત્રુઘ્ન સિંહાના ફોટો સાથે તેમણે લખ્યું કે ‘અય દોસ્ત તેરી દોસ્તી કી કમી હર પલ મેહસૂસ હોતી હૈ… જબ સુનતે હૈં ખામોશ લફ્ઝ કિસીકી ઝુબાન સે તુમ્હારી યાદ અપને આપ આ જાતી હૈ…’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો