ન્યુ યર પર આરાધ્યા સાથે અમિતાભ બચ્ચન આ રીતે જોવા મળ્યા, pic થયો વાઈરલ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ન્યુ યર પર આરાધ્યા સાથે અમિતાભ બચ્ચન આ રીતે જોવા મળ્યા, pic થયો વાઈરલ

ન્યુ યર પર આરાધ્યા સાથે અમિતાભ બચ્ચન આ રીતે જોવા મળ્યા, pic થયો વાઈરલ

 | 5:46 pm IST

આ વખતે નવા વર્ષની ઉજવણી બચ્ચન પરિવારે પોતાના ઘરમાં મનાવી હતી. જયારે બોલિવુડના બીજા સેલેબ્સ વિદેશ ફરવા જતા રહ્યા હતા ત્યારે બચ્ચન પરિવારે તેમના ઘરમાં જ ભારતીય રીતે ન્યુયર સેલિબ્રેટ કર્યું હતું. અમિતાભ બચ્ચને આ પ્રસંગે તેમની પૌત્રી અને દોહિત્રીનો ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં નવ્યા અને આરાધ્યા બંને સુપરક્યુટ લાગે છે.

આરાધ્યાએ પોતાના વાળમાંથી ટિયારા કાઢીને દાદાજીના માથા પર મૂકી દીધુ હતુ… અમિતાભ બચ્ચને આ ફોટોઝ પણ તેમના ચાહકો સાથે શેર કર્યા હતા.

આ ફોટોઝ શેર કરીને બિગ બીએ લખ્યું છે કે, “આખો પરિવાર આંગણમાં સાથે બેઠો. એ મારી આખા ઘરમાં સૌથી મનપસંદ જગ્યા છે. પત્નીએ ફૂડ અને ટેબલ ડેકોરેટ કર્યું. ખૂબ જ અંગત અને હૂંફભર્યો માહોલ હતો. સામે જ હસતા રમતા પૌત્ર-પૌત્રીઓ છે… માણસને બીજું શું જોઈએ?”

Daughters be the best … grand daughters the bestest .. Navya Naveli and Aaradhya ..

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

બિગ બીએ જણાવ્યું કે નાની આરાધ્યાએ ન્યુયર પર બચ્ચન પરિવારના બધા જ સભ્યો માટે ડેકોરેટિવ કાર્ડ્સ બનાવ્યા હતા અને બધા માટે ગીફ્ટ પણ ખરીદયા હતા. આ સાથે જ તેણે બધાને ગિફ્ટ તેની સામે જ ખોલીને તેમને તે ગિફ્ટ ગમી કે નહિ તે જણાવવા પણ કહ્યું હતુ.