અમિતાભ બચ્ચને કપડા પર લખી ફની કવિતા, જાણો શું લખ્યું - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભ બચ્ચને કપડા પર લખી ફની કવિતા, જાણો શું લખ્યું

અમિતાભ બચ્ચને કપડા પર લખી ફની કવિતા, જાણો શું લખ્યું

 | 5:18 pm IST

અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ રાજ કરે છે. અમિતાભ બચ્ચનની એક્ટિંગ અને સિંગિંગ તો તમે જોયું જ છે. પરંતુ તેમનો કવિનો અવતાર ભાગ્યે જ તમે જોયો હશે. અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પોતાની અંદર એક કવિ રહેલો છે તેવું જણાવ્યું હતું.

અમિતાભે શુક્રવારે રાતે એક ટ્વિટ કર્યું હતું જેમાં તેમણે એક કવિતા લખી હતી. આ કવિતા કપડા પર લખી હતી અને થોડી ફની હતી.

કવિતાના અંતમાં અમિતાભ બચ્ચને એ પણ લખ્યું કે,’કવિ બનવાની પૂરેપૂરી શક્યતા છે.’ અમિતાભ બચ્ચનની આ કવિતાને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. તેમના અનેક ફેન્સે રિપ્લાયમાં કવિતાના ખૂબ જ વખાણ કર્યા છે. આ સાથે જ અનેક ફેન્સે એવું પણ કહ્યું હતું કે કવિતા તો તમારા લોહીમાં છે.

નોંધનીય છે કે અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચન હિંદીના ફેમસ કવિ હતાં. તેમની ‘મધુશાલા’ અને ‘અગ્નિપથ’ ભાગ્યે જ કોઇ કાવ્યપ્રેમીએ વાંચી નહીં હોય. 1976માં હિંદી સાહિત્યમાં તેમના યોગદાન માટે તેમને પદ્મ ભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.