જ્યારે ગુસ્સામાં વાંદરાએ કર્યો હતો અમિતાભ બચ્ચન પર હુમલો... - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • જ્યારે ગુસ્સામાં વાંદરાએ કર્યો હતો અમિતાભ બચ્ચન પર હુમલો…

જ્યારે ગુસ્સામાં વાંદરાએ કર્યો હતો અમિતાભ બચ્ચન પર હુમલો…

 | 4:43 pm IST

અમિતાભ બચ્ચને ટ્વિટર પર એક જુનો ફોટો શેર કરી એક જોરદાર કિસ્સો ફેંસ સાથે શેર કર્યો છે. તેમણે ખુલાસો કર્યો છે કે એકવાર મારા પર વાંદરાએ હમલો કર્યો હતો. આ ઘટના 40 વર્ષ જૂની છે જેમાં વાંદરાને ખવડાવી રહ્યાં હતાં ત્યારે બીજા વાંદરાએ આવીને તેને થપ્પડ મારી હતી.

તેમણે 1978માં રીલિઝ થયેલી ફિલ્મ ‘ગંગા કી સૌગંધ’ના સેટની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરી હતી. જેમાં તેઓ એક વાંદરા સાથે જોવા મળે છે.

તસવીર સાથે જ તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે,’ ફિલ્મ ‘ગંગા કી સૌગંધ’ના શૂટિંગ દરમિયાન જ્યારે તેઓ ઋષિકેશમાં હતાં ત્યારે બીજા વાંદરાએ આવીને મને તમાચો માર્યો હતો. તેને લાગ્યું હતું કે હું તેની અવગણના કરી રહ્યો છું. હા હા હા…’

તાજેતરમાં જ રીલિઝ થયેલી ‘102 નોટ આઉટ’માં જોવા મળેલા અમિતાભ બચ્ચન હાલ અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનતી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં બિઝી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ તેમજ મૌની રોય જેવા સ્ટાર્સ પણ છે.