amitabh-bachchan-again-trolled-for-suggesting-homeopathy-for-coronavirus covid19
  • Home
  • Entertainment
  • Bollywood
  • કોરોના પર ભૂલ પર ભૂલ કરી રહ્યા છે બચ્ચન, લોકોએ ધડાધડ ટ્વિટ કરી કર્યા ટ્રોલ

કોરોના પર ભૂલ પર ભૂલ કરી રહ્યા છે બચ્ચન, લોકોએ ધડાધડ ટ્વિટ કરી કર્યા ટ્રોલ

 | 9:56 am IST

બોલિવૂ઼ડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. કોરોના આઉટબ્રેક બાદ તે સતત તેનાથી જોડાયેલી પોસ્ટ કરી રહ્યા છે. હવે તેમણે એક ટ્વિટ કર્યું છે. જેમા તેમણે લખ્યું છે કે તે ઇચ્છે છે કે કોરોનાની ટ્રીટમેન્ટમાં આયુષ મિનિસ્ટ્રી હોમિયોપેથી આગળ આવે. આ ટ્વિટ માટે યૂઝર્સ તેમણે ટ્રોલ કર્યા છે. જોકેસ આ પહેલી વખત નથી કે તે કોરોના પોસ્ટ માટે ટ્રોલ થયા છે. આ પહેલા તે બે વખત સતત ખોટી જાણકારી ટ્વીટ કરી ચુક્યા છે અને ટ્રોલ થયા બાદ તેમણે તે પોસ્ટ ડિલીટ કરવી પડી.

કોરોના વાયરસ દુનિયાભર માટે માથાનો દુખાવો બની ચુક્યો છે. ડોક્ટર્સ, સાયન્સટિસ્ટ અને એક્ષપર્ટ તેની દવા અને વેક્સીન બનાવી રહ્યા છે. લોકો તેનો ઇલાજ જાણવા માંગે છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર પણ અલગ-અલગ મેસેજ સર્કુલેટ થઇ રહ્યા છે. હવે હાલમાં જ અમિતાભ બચ્ચને આયુષ્માન મિનિસ્ટ્રીના વખાણ કર્યા અને લખ્યું કે હોમિયોપેથીમાં કોરોના વાયરસનો ઇલાજ મળી શકે છે. તેમણે એવી પણ આશા છે કે ભારતમાં ઇલાજ હશે.

બિગ બીએ કર્યું આ ટ્વિટ

અમિતાભ બચ્ચને લખ્યું. હોમિયોપેથીના ફાયદા મળવા પર હું આયુષ મિનિસ્ટ્રીનો કોરોનાથી છૂટકારો મેળવવાનો પ્રયાસ જોવા માટે ઉત્સાહિત છું. હું પ્રાર્થના કરું છું કે ભારત આવી મહામારીને સારી કરવા અને બચાવમાં વિશ્વગુરુ સાબિત થાય.

અમિતાભની આ પોસ્ટ લોકોને પસંદ નથી આવી તેમણે બિગ બીને ટ્રોલ કરવાનું ટ્રોલ શરૂ કરી દીધું.

ઉલ્લેખનીય છે કે કોરોના મામલામાં અમિતાભ બચ્ચન પહેલા પણ ટ્રોલ થયા હતા તેમણે એક વોટ્સએપ ફોરવર્ડ ટ્વિટ કર્યું હતું જેમા લખ્યું હતું કે 22 માર્ચે એક સાથે તાલીઓના વાઇબ્રેશન કોરોના વાયરસ મરી જશે. તે બાદ અમિતાભ ટ્રોલ થયા અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ પણ આ થિઅરીને ખોટી ગણાવી હતી. બાદમાં અમિતાભે આ ટ્વિટ ડિલીટ કરવું પડ્યું છે.


25 માર્ચે એક ટ્વિટ કરી હતી જેમા તેમણે કહ્યું હતું કે કોરોના માખીઓથી ફેલાઇ શકે છે. તે બાદ મિનિસ્ટ્રી ઓફ હેલ્થના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે તેને ખોટું ગણાવ્યું હતું. કહ્યું હતુ કે આ ઇન્ફેક્સન ફેલાવનારી બીમારી છે ન કે માખીઓથી ફેલાનારી બીમારી.. અમિતાભે આ ટ્વિટ પણ ડિલીટ કરી દીધુ હતું.

તે સિવાય કોરોના પીડિતોની મદદ કરનારા અમિતાભ બચ્ચનનું નામ ન આવવા પર સોશિયલ મીડિયા યૂઝર્સે સવાલ ઉઠાવ્યા હતા. અમિતાભે તેની પર પણ ટ્વિટ કર્યું હતું કે કેટલાક લોકો કહીને આપે છે અને ઘણા લોકો કહ્યા વગર આપે છે.

આ પણ જુઓ : ગુજરાત પર વધતા કોરોના વાયરસના સંકટથી પોલીસ તંત્ર એલર્ટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન