NIFTY 9,915.25 +41.95  |  SENSEX 32,028.89 +124.49  |  USD 64.3150 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • 35 વર્ષ પછી ફરી રિલીઝ થશે ‘નમક હલાલ’, જાણો કેમ

35 વર્ષ પછી ફરી રિલીઝ થશે ‘નમક હલાલ’, જાણો કેમ

 | 2:56 pm IST

અમિતાભ બચ્ચનની ‘નમક હલાલ’ને 35 વર્ષ પૂરા થયાં હોવાથી આ ફિલ્મને ફરી રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ 1982ની 30 એપ્રિલે રિલીઝ કરવામાં આવી હતી અને એને 35 વર્ષ પૂરા થતાં 21 મેએ ફરી રિલીઝ કરવામાં આવશે.

જો કે હાલમાં જૂની ફિલ્મોને ફરી રિલીઝ કરવાનો ટ્રેન્ડ હોલીવુડમાં ચાલે છે અને તેથી જ એ ટ્રેન્ડ બોલીવુડમાં પણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ‘નમક હલાલ’માં અમિતાભ બચ્ચન, શશી કપૂર, સ્મિતા પાટીલ, પરવીન બાબી અને વહીદા રહમાને કામ કર્યું હતું. આ ફિલ્મને પ્રકાશ મેહરાએ ડિરેક્ટ કરી હતી.

ઉલ્લેખનીય છે કે,‘નમક હલાલ’નાં ગીતો ‘આજ રપટ જાએં…’, ‘પગ ઘૂંઘરૂ…’, ‘રાત બાકી…’ અને ‘જવાની જાનેમન…’ ખૂબ જ હિટ થયાં હતાં. આ ફિલ્મનાં ગીતોને બપ્પી લાહિરીએ કમ્પોઝ કર્યા હતાં. આ ફિલ્મ વિશે બપ્પી લાહિરી કહે છે કે, ‘પ્રકાશ મેહરા દ્વારા બનાવેલી આ એક માસ્ટરપીસ ફિલ્મ છે. આ ફિલ્મને 35 વર્ષ થયાં હોવાથી હું ખૂબ જ ખુશ છું.’