અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ ફિલ્મ 'બદલા'માં દેખાશે - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ ફિલ્મ ‘બદલા’માં દેખાશે

અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ ફિલ્મ ‘બદલા’માં દેખાશે

 | 3:16 am IST

પહેલીવાર પિંકમાં સાથે આવેલા અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુને દર્શકોએ વધાવી લીધા હતા. એવોર્ડ્ઝ પણ મળ્યા. હવે બંને ફરી સાથે આવી રહ્યા છે અને મજાની વાત એ છે કે આ ફિલ્મની વાર્તા રહસ્યમય હત્યા અને એના બદલાની વાત હશે. થોડા દિવસ પહેલાં ન્યૂઝ આવ્યા હતાં કે તાપસી અને અમિતાભ ફરી મોટા પરદે આવી રહ્યા છે. ફિલ્મનું દિNર્શન કહાની ફેમ સુજોય ઘોષ કરશે. જબરજસ્ત ક્રાઇમ થ્રિલરનું નામ હાલ બદલા રખાયું છે. સુનીર ખેત્રપાલ ર્નિિમત ફિલ્મનું શૂટિંગ જૂન મહિનામાં શરૂ થશે. બિગ બી અને તાપસીના પાત્રની આસપાસ ઘૂમતી ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડ અને લંડનમાં થશે. મળતી જાણકારી મુજબ બદલાની વાર્તા સ્પેનની ફિલ્મ કોન્ટ્રેટીએમ્પોને મળતી આવે છે.