Amitabh Bachchan Apologies on Insulting Maratha ruler shivaji
  • Home
  • Entertainment
  • Bollywood
  • મહાનાયક અમિતાભ બચ્ચને KBCમાં છત્રપતિ શિવાજી મહારાજના ‘અપમાન’ પર માગી માફી

મહાનાયક અમિતાભ બચ્ચને KBCમાં છત્રપતિ શિવાજી મહારાજના ‘અપમાન’ પર માગી માફી

 | 9:49 am IST

મહાનાયક અમિતાભ બચ્ચન પોતાની લાક્ષણિક અદાઓથી જે શો ચલાવે છે અને હાલ સોની ટીવીનો ખુબજ લોકપ્રિય શો અવો ‘કૌન બનેગા કરોડપતિ’ વિવાદોમાં ફસાયો છે. વાત જાણે એમ છે કે આ શોમાં એક સવાલ પુછવામાં આવ્યો હતો જે મરાઠા શાસક છત્રપતિ શિવાજીને લઈને પુછાયો હતો. ત્યારબાદ આ શોનો સોશિયલ મીડિયા પર વિરોધ થયો હતો જો કે શોના સંચાલકો, કંપની અને ખુદ અમિતાભ બચ્ચને માફી માંગી લીધી છે અને ભૂલને સ્વીકારી લીધી છે.

મરાઠા શાસક છત્રપતિ શિવાજીને ‘શિવાજી’ કહેવાથી અને મુગલ બાદશાહ ઔરંગઝેબને સમ્રાટના રૂપમાં સંબોધિત કરવાથી અમિતાભ બચ્ચનનો શો કૌન બનેગા કરોડપતિ KBC વિવાદોમાં ફસાઈ ચુક્યો છે. દર્શકોએ સોશિયલ મીડિયા પર આકરી ટીકા કરી વિરોધ વ્યક્ત કર્યો છે. વિવાદનો મધપુડો વધારે છંછેડાતા બોલિવુડના મહાનાયક અને શોના હોસ્ટ અમિતાભ બચ્ચને માફી માંગી લીધી છે.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જણાવ્યુ કે, કોઈનિં પણ અપમાન કરવાની મારી કોઈ ઈચ્છા ન હતી. મારા તરફથી જો કોઇની ભાવનાને ઠેસ પહોંચી છે તો હું ખરા દીલથી માફી માંગુ છુ.

અમિતાભ બચ્ચનની માફી પહેલા જ સોની ટીવીએ પોતાની ભૂલ કબૂલી લીધી હતી. સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના નેતા નિતેશ રાણે અને શ્રી રાજપુત કરણી સેના સાથે મળીને KBCના એક દર્શક વર્ગે કાર્યક્રમ પર સવાલ ઉઠાવ્યા હતા. જ્યાં મરાઠા યોદ્ધા શાસકને શિવાજીના રૂપમાં સંદર્ભિત કરવામાં આવ્યા હતા.

જેવા હૈશ ટૈગ બાયકોટ કેબીસી, સોની ટીવી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો, શો બનાવનારાઓની જાણેકે પગ તળેની નીચેની જમીન સરકી ગઈ. કંપનીએ તાત્કાલીક પોતાની ભૂલ કબુલી લીધી. જ્યારે કાર્યક્રમમાં અમિતાભ બચ્ચને સવાલ કર્યો કે આમાંથી ક્યો શાસક મુગલ સમ્રાટ ઔરંગઝેબનો સમકાલીન હતો? મહારાણા પ્રતાપ, રાણા સાંગા, મહારાજા રણજીત સિંહ, શિવાજી.

આ સવાલનો ઉત્તર હતો શિવાજી. પણ પ્રશ્નનો ઉત્તર આપતા બચ્ચન છત્રપતિ શિવાજી મહારાજને ફક્ત શિવાજી કહેવાથી સંબોધિત કર્યા હતા. તાત્કાલીક આ વાતનો દર્શકોએ વિરોધ નોંધાવ્યો હતો.

ચેનલે તાત્કાલીક અફસોસ વ્યક્ત કર્યો
સોશિયલ મીડિયા પર જેવો આ મુદ્દો ચગ્યો કે ચેનલે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો અને માફી માંગી લીધી હતી. ‘કૌન બનેગા કરોડપતિ’ ગુરૂવારે સાંજના એપિસોડમાં ચેનલના અધિકારીઓએ એક ટિકર ચલાવવું પડ્યુ જેમાં લખ્યુ હતુ કે અજાણતાજ અમારા એક એપિસોડમાં છત્રપત્તિ શિવાજી મહારાજ માટે ખોટો સંદેશ ગયો છે જેનો અમને ખુબજ અફસોસ છે.

આ વીડિયો જુઓ: અયોધ્યા કેસ સુનાવણી પહેલા ધર્મગુરુઓ સહીત અધિકારીઓની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન