siddhivinayak temple at amitabh bachchan temple Mumbai see pictures
  • Home
  • Featured
  • Photos: ‘બદલા’ની રિલીઝ બાદ સિદ્ધિવિનાયકના શરણે બિગ બી

Photos: ‘બદલા’ની રિલીઝ બાદ સિદ્ધિવિનાયકના શરણે બિગ બી

 | 8:37 am IST

બોલીવુડ બોક્સ ઓફિસ પર 8મી માર્ચે ફિલ્મ ‘બદલા’ રિલીઝ થઈ છે. મહાનાયક અમિતાભ બચ્ચન વારે તહેવારે અવારનવાર ભગવાનના દર્શન કરવા પહોંચી જાય છે. અમિતાભ બચ્ચન ખુબજ વ્યસ્ત રહેતા હોવા છતાં અવાર નવાર ભગવાનના દર્શન કરવા પહોંચી જાય છે.

ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ ધરાવતા અને ભગવાન પર અપાર શ્રદ્ધા રાખતા બિગબી મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયકના દર્શન કરવા પહોંચ્યા હતા અને ફિલ્મની સફળતા માટે ગણેશ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરી હતી. બાપ્પાના શરણે પહોંચી માથુ ટેકવ્યુ હતુ.

અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુની ફિલ્મ ‘બદલા’ બોક્સ ઓફિસ પર પ્રશંસકોને ખુબજ આકર્ષિત કરી રહી છે. સુઝોય ઘોષના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘બદલા’ રેડચીલી અને અઝુરે એન્ટર પ્રાઈઝનું છે. ફિલ્મના ખુબજ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ અમિતાભ બચ્ચન દર વર્ષે અહીં દર્શન કરવા આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન