amitabh bachchan donates 1 month ration All India Film Employee's
  • Home
  • Entertainment
  • Bollywood
  • એક લાખ પરિવારના તારણહાર બન્યા બિગ બી, કોરોનાની લડત સામે કરી સૌથી મોટી જાહેરાત

એક લાખ પરિવારના તારણહાર બન્યા બિગ બી, કોરોનાની લડત સામે કરી સૌથી મોટી જાહેરાત

 | 7:00 pm IST

કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ભારતમાં સતત વધતી જઇ રહી છે. આ કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આવામાં બોલિવૂડ સેલિબ્રિટીઓ લોકોની મદદ આપી રહ્યા છે અને પોતાનાથી તમામ પ્રકારની મદદ લોકોને કરી રહ્યા છે. તાજેતરમાં જ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને લઇ એક ખબર સામે આવી રહી છે કે, તેઓ કોરોના સામે ઝઝૂમી રહેલા લોકોની મદદ કરવા માટે ‘મધર એસોસિએશન’ના એક લાખ સદસ્યોને 1 મહિનાનું રાશન આપશે. આ ખબર ફિલ્મ ટ્રેડ સમીક્ષક કોમલ નાહટાએ ટ્વીટ કરીને આપી છે.

કોમલ નાહટાએ એક ટ્વીટ કર્યું છે, જેમા તેમણે લખ્યું છે,’અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) All India Film Employee’s’ Confederation (AIFEC)ના તમામ 1 લાખ સદસ્યોને 1 મહિનાનું રાશન મફતમાં આપશે. આ ખબર AIFECના અશોક દૂબેએ આપી છે. કોમલ નાહટાના આ ટ્વીટ પર લોકો ખુબ જ રિએક્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.’

તમને જણાવી દઇએ કે, બોલિવૂડના કિંગખાન શાહરૂખ ખાને પણ જનતાની મદદ માટે ગણા મોટા એલાન કર્યા છે. જેમા તેમણે 4 માળની બિલ્ડીંગને એઇસોલેશન સેન્ટર બનાવવાની પેશકશ કરી છે. ત્યાં જ અક્ષય કુમારે ગરીબોની મદદ માટે 25 કરોડ રૂપિયાનું દાન પીએમ કેર ફંડમાં કર્યું છે.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 109 લોકોના મોત નિપજ્યા છે અને 4067 તેના સંક્રમણના શિકાર બન્યા છે. ત્યાં જ સ્વસ્થ થનારા લોકોની સંખ્યા 232 છે. ગત 24 કલાકની વાત કરીએ તો આ દરમિયાન 32 લોકોના મોત નિપજ્યા છે અને 693 નવા મામલા સામે આવ્યા છે. કોરોના વાયરસના વધતા મામલાને જોતા દેશમાં 21 દિવસનું લોકડાઉન આપી દેવામાં આવી ચૂક્યું છે જે 14 એપ્રિલ સુધી ચાલશે, તમને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાના વધતા આંકડાને રોકવા માટેના તમામ પ્રકારના પ્રયાસ સરકાર કરી રહી છે.

આ વીડિયો પણ જુઓ : અમદાવાદ પોલીસ કમિશનરનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન