અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કરાયાં દાખલ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કરાયાં દાખલ

અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, લીલાવતી હોસ્પિટલમાં કરાયાં દાખલ

 | 9:38 pm IST

બોલિવૂડનાં મહાનાયક અમિતાભ બચ્ચનને શુક્રવારનાં રોજ મુંબઇના લીલાવતી હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. મીડિયા રિપોર્ટસ અનુસાર, બિગ બીને અમિતાભને પીઠ અને ખભાના દુખાવાની ફરિયાદ હતી, જેના પછી તેમને હોસ્પિટલ લઇ જવાયા હતાં. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ ગત ઘણા સમયથી આ દુખાવાની ફરિયાદ કરી રહ્યા હતાં, જેના માટે તેઓ રૂટીન ચેકઅપ માટે હોસ્પિટ પહોંચ્યા હતાં.

તમને જણાવી દઇએ કે, આજે સાંજે લગભગ સાડા છ વાગ્યાની આસપાસ તેમને હોસ્પિટલ લઇ જવાયા હતાં. ડોક્ટરોની એક ટીમે તેમના સ્વાસ્થ્યની તપાસ કરી હતી. જોકે, અમિતાભનાં સ્વાસ્થ્યને લઇ હોસ્પિટલ કે પરિવાર તરફથી કોઇ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા પણ શુક્રવારનાં રોજ બિગ બી અને રિષિ કપૂરની ફિલ્મ 102 નોટ આઉટનું ટિઝર રિલીઝ કરવામાં આવ્યુ હતું. બંન્ને કલાકાર 27 વર્ષ બાદ એક સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ અને રિષિ કપૂર, બંન્ને વૃદ્ધની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ રિષિ કપૂરનાં પિતાની ભૂમિકામાં છે.